Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રો કબડ્ડી સિઝન 7: અમદાવાદ ખાતે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટી-શર્ટ લોન્ચ કરાઇ

પ્રો કબડ્ડી સિઝન 7: અમદાવાદ ખાતે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટી-શર્ટ લોન્ચ કરાઇ
અમદાવાદ: , મંગળવાર, 16 જુલાઈ 2019 (08:26 IST)
પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સિઝનમાં ફાયનાલિસ્ટ રહી ચૂકેલી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ  આ પ્રિમિયર સ્પોર્ટીંગ લીગની તા. 20મી જુલાઈથી પ્રારંભ થઈ રહેલી 7મી સિઝનમાં પ્રવેશવા માટે ગર્જના કરી રહી છે. આગામી સ્પર્ધા માટે ટીમમાં નવા ખેલાડી તરીકે નવા જોશને સ્થાન આપ્યા પછી ગુજરાતની હોમ ટીમ લીગમાં અચરજકારી પ્રદર્શન માટે સજ્જ બની છે. 
 
સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં ટીમના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, અને અન્ય લોકોની હાજરીમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ટીમની જર્સી લોન્ચ કરાઈ હતી. આ પ્રસંગે 'લવની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા મલ્હાર ઠાકર અને આરોહી પટેલ હાજર રહ્યા હતા. 
 
ટીમની નવી પ્રચાર ઝુંબેશ "ઈસ બાર છોડના નહી" છેલ્લી બે સિઝનમાં છેક સુધી રોમાંચક દેખાવ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ આગામી સિઝનમાં ટીમ જે પ્રકારે ઉમદા પ્રદર્શન કરવા માટે સજ્જ બની છે તે અંગેનો ઈરાદો વ્યક્ત કરે છે. આ પ્રસંગે નવી પ્રચાર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર પાંચ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા છતાં પ્રો કબડ્ડી લીગ દેશમાં ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટીંગ લીગ તરીકે ઉભરી આવી છે. 12 ટીમની લીગ કબડ્ડીના ચાહકોના દિલમાં રેઈડ કરવા તૈયારી કરી રહી છે. 
webdunia
પીકેએલ-7નો પ્રારંભ તા. 20મી જુલાઈથી થશે. કેપ્ટન સુનિલ કુમારની આગેવાની હેઠળની ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (જીએફજી)ની ટીમ એ પછીના દિવસે બેંગલુરુ બુલ્સ સાથે ટકરાશે. ગુજરાતની પોતાની ટીમના હોમ લેગનો પ્રારંભ તા. 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે થશે. એ પછી ત્યાં તા. 11,14 અને 16ના રોજ વિવિધ મેચ રમાશે. 
 
છેલ્લી બે સિઝનની ફાયનલ મેચમાં  થોડાક પોઈન્ટસથી ચૂકી જનાર જીએફજીની ટીમ લીગની ત્રીજી એડિશનમાં અને એકંદરે સાતમી એડીશનમાં હિસાબ ચૂક્તે કરવા તૈયારી કરી રહી છે. આ હેતુથી ટીમમાં યુવાન તથા અનુભવી ખેલાડીઓનો સમન્વય કરવમાં આવ્યો છે. 
webdunia
જીએફજીના કોચ મનપ્રિત સિંઘ જણાવે છે કે “અમારી ટીમમાં નવા લોહી અને અનુભવી ખેલાડીઓનો યોગ્ય સમન્વય કરવામાં આવ્યો છે. સુનિલ કુમાર અને પરવેશ બૈનસ્વાલ ખૂબ જ અનુભવી ખેલાડી તરીકે જાણીતા છે અને તેમનો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વની મૂડી બની રહ્યો છે. અભિષેક ચિલ્લર અને હરમનજીત સિંઘ પોતાની ત્વરિત રેઈડીંગની ક્ષમતા વડે વિરોધીઓમાં અચરજ પેદા કરી શકે તેમ છે. અમારી પાસે ઋતુરાજ કોરાવી અને સોનુ ગહલાવત જેવા સારા ડિફેન્ડર્સ પણ છે. મને વિશ્વાસ છે કે આગામી સિઝન ખૂબ જ સારી સિઝન બની રહેશે”
 
મનપ્રિત સિંઘે એ પણ જણાવ્યું હતું કે આ ટીમ નેશનલ કબડ્ડી ટીમના ખેલાડી બનવાની ક્ષમતા ધરાવતા યુવા ખેલાડીઓને  પ્રોત્સાહિત અને ગ્રુમ કરવાનુ ચાલુ રાખશે. 19 સભ્યોની ટીમમાં ઈરાનના અબોલફઝલ મગસોડલોમહાલી અને બંગલાદેશના મોહમદ શાઝીદ હુસેનનો પણ સમાવેશ કરાયો છે. 
 
જીએફજીના કોચ નીર ગુલીયાએ એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટીમ આગામી સિઝનમાં ઘણો સારો દેખાવ કરશે. “પ્રો કબડ્ડી લીગની સીઝન 5 અને 6માં અમારો દેખાવ એ પ્રતિભા અને સખત પરિશ્રમના સમન્વયનું પરિણામ હતું. અમને આગામી સિઝનમાં કેટલાક પડકારો વર્તાઈ રહ્યા છે અને અમે આકરા પરિશ્રમ તેમજ ચોકસાઈપૂર્વકના આયોજનથી તેને હલ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.”
 
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ટીમના સીઈઓ સંજય અદેસરાએ જણાવ્યું હતું કે “છેલ્લી બે સિઝનમાં પોતાનો દેખાવ સુધારવાની દિશામાં કામ કરવા ઉપરાંત તે કબડ્ડીના ચાહકોનાં દિલ જીતવા માટે પણ સજજ છે. અમે પ્રથમ બે સિઝનમાં નવી ટીમ હતા, છતાં અમે જ્યાં જ્યાં પણ રમ્યા ત્યાં કબડ્ડીના ચાહકોનો અમને ખૂબ જ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે.  ફરી એક વાર અમે એક ટીમ તરીકે ઉત્તમ દેખાવ કરવા માટે સજ્જ બન્યા છીએ અને અમારા ચાહકોને ગૌરવ થાય તેવુ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીશું.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાંકરિયા રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે :- વિજય રૂપાણી