ભારતીય હોકી ટીમની હોકી વર્લ્ડકપમાં શાનદાર જીત સાથે શરૂઆત

ગુરુવાર, 29 નવેમ્બર 2018 (09:01 IST)
ભુવનેશ્વર: ભારતીય હોકી ટીમે હોકી વર્લ્ડકપમાં શાનદાર જીત સાથે શરૂઆત કરી દીધી છે. ટૂર્નામેંટની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવી દીધું છે. આઠ વર્ષ બાદ પોતાની યજમાનીમાં વિશ્વકપ રમી રહેલી ભારતીય ટીમે કલિંગા સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં ભારત તરફથી સિમરનજીત સિંહે 2 ગોલ કર્યા હતાં. જ્યારે આકાશદીપ, લલિત ઉપાધ્યાય અને મનદીપ સિંહે 1-1 ગોલ કર્યા હતાં. સિમરનજીત સિંહને શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
 
વિશ્વમાં પાંચમી રેન્ક ધરાવતી ભારતીય ટીમના જોરદાર પરફોર્મન્સ સામે દક્ષિણ આફ્રિકા ટીમ કોઈ વિસાતમાં રહી નહોતી. સિમરનજીત સિંહે 43 અને 46મી મિનિટે, એમ બે ગોલ કર્યા હતા જ્યારે લલિત ઉપાધ્યાયે 45મી મિનિટે, આકાશદીપ સિંહે 12મી મિનિટે અને મનદીપ સિંહે 10મી મિનિટે ગોલ કર્યો હતો. સિમરનજીત સિંહને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગોંડલના માર્કેટયાર્ડમાં મરચાની ગાંસડીઓ સળગી ગઈ, ખેડૂતોનું લાખો રૂપિયાનું નુકસાન