કડી સંકુલના ચાર બાળકોએ કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા

શનિવાર, 3 નવેમ્બર 2018 (13:53 IST)
તાજેતરમાં બેંગલોર ખાતે યોજાયેલ 20મી ઓલ ઈંડિયા કરાટે ચેમ્પિયંશીપ જે.બી પ્રાથમિક શાળાના 2 બાળકોએ ભાગ લઈ બે બ્રોંઝ મેડલ મેળવીને સમાજનું ગૌરવ વધારેલ છે. . જેમા જે.બી પ્રાથમિક શાળાના સ્મિત ઠક્કર (બ્રોંઝ) અને યુવરાજ ઝાલા (સિલ્વર) તેમજ શેઠ સી.એમ વિદ્યાલયના વિરલ ભાવસારે (બ્રોંઝ), વૈભવ કુંપાવત (બ્રોન્ઝ) મેડલ મેળવીને શાળા પરિવરનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર વતી શેઠ સી. એમ. વિદ્યાલયના આચાર્યા સુશ્રી ચેતનાબેન બુચ તેમજ જે.બી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી નીવાબેન પટેલ સહિત શિક્ષકો દ્વારા આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ GCCIએ ચાર મહિનામાં બીજીવાર બિઝનેસ વુમન વિંગ કમિટીનું કર્યું વિસર્જન