Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sawan Masik Shivratri 2022: શ્રાવણની માસિક શિવરાત્રિ પર શુભ મુહુર્તમાં કરી લો આ કામ, મનની બધી ઈચ્છાઓ થઈ જશે પૂર્ણ

Sawan Masik Shivratri 2022: શ્રાવણની માસિક શિવરાત્રિ પર શુભ મુહુર્તમાં કરી લો આ કામ, મનની બધી ઈચ્છાઓ થઈ જશે પૂર્ણ
, સોમવાર, 25 જુલાઈ 2022 (00:10 IST)
હિંદુ ધર્મમાં દર મહીનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે માસિક શિવરાત્રિનો વ્રત રખાય છે. આ વ્રત ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેથી શ્રાવણમાં માસિક શિવરાત્રિના વ્રતનો મહત્વ વધુ વધી જાય છે. કારણ કે શ્રાવણ અને શિવરાત્રિ બન્ને જ ભગવાન શિવને સમર્પિત છે. હિંદુ પંચાગના મુજબ શ્રાવણ મહીનાની શિવરાત્રિ 26 જુલાઈ મંગળવારે રખાશે. 
 
જ્યોતિષ મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિધાન છે. માન્યતા છે કે જે ભક્ત શ્રાવણ મહીનામાં આવતી માસિક શિવરાત્રિનો વ્રત પૂર્ણ શ્રદ્ધા અને સાચા મનથી રાખે છે. ભગવાન તેમના બધા કામ સફળ બનાવે છે. આટલુ જ નહી આ દિવસે કેટલાક ઉપાયને કરવાથી માણસની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી જ પૂર્ણ થાય છે. આવો જાણી માસિક શિવરાત્રિના દિવસે શું ઉપાય કરી શકાય છે. 
 
માસિક શિવરાત્રિ શુભ મુહુર્ત 2022 
- માન્યતા છે કે માસિક શિવરાત્રિના દિવસે શુભ મુહુર્તમા શિવલિંગ પર ઘી અર્પિત કરવાથી સંતાનની પ્રાપ્તિ હોય છે. 
 
- શ્રાવણ મહીનામાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે દર સોમવારે વ્રત કરવો. સાથે જ માસિક શિવરાત્રિના દિવસે ભોળાશંકરનો જળાભિષેક કરવો લાભદાયી થાય છે. આવુ કરવાથી ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. 
 
- શ્રાવણ મહીનામાં માસિક શિવરાત્રિના દિવસે વ્રત રાખવુ અને આ દિવસે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. 
 
- આર્થિક પરેશાનીથી ઝઝૂની રહ્યા લોકોને શ્રાવણની શિવરાત્રિનો વ્રત રાખવો જોઈએ. સાથે જ શિવસ્ત્રોત પાઠ કરવો. આટલુ જ નહી આ દિવસે શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવુ. આવુ કરવાથી આર્થિક સમૃદ્દિમાં વધારો થાય છે. 
 
- મહાશિવરાત્રિના દિવસે આરોગ્ય સુખ અને વ્યાધિઓથી છુટકારો મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ ખાસ લાભદાયી રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kamika Ekadashi- જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરે છે તે સમસ્ત પાપોથી દૂર રહે છે