Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુખ અને સમૃદ્ધિ જોઈએ તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરો આ કામ

સુખ અને સમૃદ્ધિ જોઈએ તો સર્વ પિતૃ  અમાવસ્યાના દિવસે કરો આ કામ
, ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (09:43 IST)
આ વર્ષે  પિતૃ-વિસર્જની અમાવસ્યા 19 સપ્ટેમ્બર  મંગળવારના દિવસે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે સાંજ સુધી પિતૃ ધરતી પર રહે છે. સાંજ થતાં જ પિતૃ પોતાના લોકમાં પરત જાય છે. આ દિવસનો  જે લોકો લાભ નહી ઉઠાવતા તેને વર્ષભર પિતરોની નારાજગીને કારણે  માનસિક આર્થિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 
 
જે માણસ કોઈને અન્ન જળનું દાન  કરે છે તેનાથી પ્રસન્ન થઈ પિતૃ ખુશી-ખુશી આશીર્વાદ આપીને  પોતાના લોકમાં  જાય છે. 
 
પિતૃ વિસર્જનના દિવસે કરો આ કામ 
 
આ અવસરે તમારે ઘરે કોઈ ભિખારી કે મેહમાન આવે તો તેને ભોજન જરૂર કરાવો. કહેવાય  છે કે પિતૃ વિસર્જની અમાવસ્યાના દિવસે પોતાની સંતાનના હાથે અન્ન જળ મેળવવા  પિતૃગણ કોઈ પણ રૂપ ધારણ કરી સંતાનના ઘરે આવે છે. પિતૃ અમાવસ્યાના દિવસે સંતાનના હાથે અન્ન જળ ન મળવાથી પિતૃ દુખી થાય છે. 
 
પિતૃ દોષથી બચવા આટલુ કરો  
 
શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મણ ,કાગડા,ગાય,કૂતરા અને બિલાડીને ભોજન આપવાથી ભોજનનો અંશ પિતરો સુધી પહુંચી જાય છે. પિતરોને પ્રસન્ન કરવા માટે આજે તમારી ઈચ્છા મુજબ કોઈને પણ ભોજન કરાવો. 
 
સર્વપિતૃ વિસર્જની અમાવસ્યાની ખાસ વાત આ છે કે જો  પિતરોની મૃત્યુની તિથિ ખબર ન હોય તો આ દિવસે તે બધાના નામથી શ્રાદ્ધ કરી શકાય છે. 
 
સર્વપિતૃ વિસર્જની અમાવસ્યાના દિવસે બ્રાહ્મણ અથવા બીજા ચાર જીવોને ભોજન કરાવવાથી બધા પિતૃ સંતુષ્ટ થાય છે.શાસ્ત્રો મુજબ જેની કુંડળીમાં પિતૃ દોષ છે તેને પિતરોને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણોને ભોજન કરાવવું  જોઈએ. 
 
પોતાની શ્રદ્ધાનુસાર દાન દઈને તેમને  સંતુષ્ટ કરવા જોઈએ. આથી વર્ષભર પિતૃદોષના કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા જુઓ વીડિયો