Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સર્વ પિતૃ અમાવસ્યા...પિતૃદોષના આ અચૂક ઉપાય લાવશે ખુશીઓની ભેટ...

સર્વ પિતૃ અમાવસ્યા...પિતૃદોષના આ અચૂક ઉપાય લાવશે ખુશીઓની ભેટ...
, ગુરુવાર, 8 ઑગસ્ટ 2019 (00:23 IST)
આજના રોજ સર્વપિતૃમોક્ષ અમાવસ્યા છે. એવુ કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષની આ અમાવસ્યા પર બધા પિતરોને શ્રાદ્ધ એક સાથે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થય છે. અમાવસ્યાના દિવસે કેટલીટ ખાસ વાતોનુ ધ્યાન રાખવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ઘર પરિવારમાં ખુશીઓ આવે છે. 
 
દાન કરો આ વસ્તુઓ 
 
ચોખા, અઢીસો અઢીસો જવ, ખાંડ, અડદ, મગ, મસૂર, ચણાની દાળ, બાજરી, દહી, ખીર, મીઠાઈ અને સફેદ વસ્ત્ર, ફળ, પુસ્તક, ઘી, ચાંદી સોનુ વગેરે આ બધી વસ્તુઓનો સંકલ્પ કરીને પીપળ વૃક્ષની નીચે જ જેને જરૂર હોય એવી વ્યક્તિ(અંધ વિદ્યાલય, કુષ્ઠરોગી, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ગૌશાળા) વિદ્વાન બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક દાન આપી દેવુ જોઈએ. પત્નીને કારણે ગૃહ ક્લેશ હોય તો ગૌરી શંકર રુદ્રાક્ષ અને પતિ-પત્ની વશીકરણ સિદ્ધ યંત્ર ધારણ કરે. 
 
ચન્દ્રમાંથી પીડિત જાતક દૂધ, ચોખા, ઘી, અનાથાલય કે વૃદ્ધાશ્રમમાં દાન કરે અને પોતાના માતા પિતાને પોતાના હાથથી સાંજે દૂધ પીવડાવવુ જોઈએ. સંતાન અથવા કેતુથી પીડિત જાતક 101 તંદૂરની મીઠી રોટલી બનાવીને ગાય, કૂતરા કે કાગડાને ખવડાવે. કોઈ પવિત્ર નદી કે સરોવરનુ જળ પોતાના ઘરમાં મુકો. 
 
વેપારમાં ખોટ જઈ રહી હોય કે કર્જ વધી ગયુ હોય તો અભિમંત્રિત એકાક્ષી શ્રીફળને સિંદૂર લગાવીને સૂર્યદય પહેલા ચારરસ્તા પર મુકી દો. અથવા વૈષ્ણોદેવી મંદિર (જમ્મુકાશ્મીર) મા કાળીના સાક્ષાત સ્વરૂપ ભૈવાલ માતા(રાજસ્થાન), કાલી માતા મંદિર કાલકા(દિલ્હી)માં ચઢાવી દો. 
 
પિતર દોષના અચૂક ઉપાય 
 
લાવારિસ શબનો દાહ-સંસ્કાર કરવો, અસહાય રોગીની સેવા કરવી, ગરીબીના પુત્રીના લગ્નમાં ધન આપવુ, શીંગડા વગરની ગાયનુ દાન કરવુ પિતરો અને પરમાત્માની સર્વશ્રેષ્ઠ પૂજા છે. ઉક્ત ઉપયોગ કરવાથી રોગી રોગ મુક્ત થઈ જાય છે. વિદ્યાર્થી વિદ્યા ગ્રહણ કરે છે.  દામ્પત્ય સુખ પ્રાપ્ત થાય છે.  વેરાન ઘર ફરી વસી શકે છે. આ અચૂક પ્રયોગ છે. જરૂર ફત્ક શ્રદ્ધા અને વિશ્વાસની છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો રક્ષાબંધન કેવી રીતે ઉજવશો