Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Temple Tips: ઘરના મંદિરમાં ધ્યાન રાખો આ જરૂરી નિયમ, જાણો શુ કરવુ શુ ન કરવુ

Home Temple Tips: ઘરના મંદિરમાં ધ્યાન રાખો આ જરૂરી નિયમ, જાણો શુ કરવુ શુ ન કરવુ
, શુક્રવાર, 15 જુલાઈ 2022 (00:37 IST)
Vastu Tips For Home Mandir- ઘર કે ઑફિસમાં આમ તો બધી વસ્તુઓ વાસ્તુના મુજબ હોય તો સારું રહે છે. પણ તેમાં મંદિર પર ખાસ રૂપથી ધ્યાન આપવાની જરૂર હોય છે. વાસ્તુ મુજબ ઘરની દરેક દિશાની પોતાની એક ખાસિયત હોય છે. જેની અસર માણસના જીવન પર પડે છે તેથી પૂજા ઘરની પણ યોગ્ય દિશા હોવી ખૂબ જરૂરી છે 
 
કારણ કે પૂજા ઘર તે જગ્યા છે જ્યાં બેસીને આપણે ભગવાનનુ ધ્યાન કરીએ છીએ. આ સકારાત્મક કાર્યને કરવા માટે ઘરમાં દિશા યોગ્ય હોવી પણ જરૂરી છે. આવો જાણી પૂજા ઘરમાં શું કરવુ જોઈએ અને શું નહી અને તેની યોગ્ય દિશા ઘરના મંદિર બનાવતા સમયે રાખવી આ વાતની કાળજી 
 
- વાસ્તુ શાસ્ત્રના મુજબ ઘરનુ મંદિર હમેશા ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તરના ખૂણાની તરફ હોવુ જોઈએ. મંદિર માટે તેને સૌથી ઉત્તમ દિશા ગણાય છે. સાથે જ આ વાતની પણ કાળજી રાખવી કે પૂજા ઘર ક્યારે પણ દક્ષિણમાં નહી હોવુ જોઈએ. તેનાથી અમારા કાર્યમાં રૂકાવટ ઉભો  થાય છે. 
 
- મંદિરની સાથે વાસ્તુ મુજબ ઘરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી. તેણે સમયસર પ્રવાહિત કરી નાખવી જોઈએ નહી તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. 
 
- મંદિરમાં ભૂલીથી પણ વાસી ફૂલ ન ચઢાવવા. સાથે જ મંદિરમાં પૂર્વજોની ફોટા રાખવાની મનાઈ હોય છે. મંદિરના વાસણને જુદા ધોઈને મુકવા. 
 
- વાસ્તુ જાણકારોનુ કહેવુ છે કે મંદિરમાં લાલ રંગનુ કપડુ ન પથારવું. સાથે જ મોઢુ પૂર્વ દિશાની તરફ કરીને બેસવું. 
 
- એક જ ભગવાનના ઘણા ફોટા લગાવવાથી બચવું. ઘરમાં 2 શિવલિંગથી વધારે ન રાખવું. તેમજ 2 થી વધારે શંખ પણ  ન રાખવા. સૂર્યની ફોટા પણ 2 થી વધારે ન હોવા જોઈએ. કારણ જો તમે આ વાતની કાળજી નહી રાખો તો તેનાથી ઘરમાં અશાંતિ ફેલે છે. 
 
- સવાર સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો. આવુ કરવાથી ધન લાભ થશે. રોકાયેલા પૈસાની આવક પણ યોગ્ય થઈ જશે. 
 
- પ્રસન્ન મુખ વાળા દેવી-દેવતાઓના ફોટા ઘરના મંદિરમાં રાખવી જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sankashti Chaturthi 2022 - જાણો સંકટોને હરનારી સંકષ્ટી ચતુર્થીનુ મહત્વ, આ દિવસે કરો આ ઉપાય થઈ જશો માલામાલ