Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુધવારે 20થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાવા આગાહી, ધૂળની ડમરી સાથે હળવાં ઝાપટાંની પણ શક્યતા

બુધવારે 20થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાવા આગાહી, ધૂળની ડમરી સાથે હળવાં ઝાપટાંની પણ શક્યતા
, મંગળવાર, 19 એપ્રિલ 2022 (10:27 IST)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારથી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં 20 એપ્રિલના રોજ વાદળિયા વાતાવરણ વચ્ચે 20થી 25 કિલોમીટરની ઝડપના પવનો ફુંકાશે, તેમજ ગરમીનો પારો 2 ડિગ્રી ગગડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારથી ગુરુવાર દરમિયાન અમદાવાદના વાતાવરણમાં પલટો આવશે, જેમાં 20 એપ્રિલે વાદળિયા વાતાવરણ વચ્ચે ધુળની ડમરી અને 20થી 25 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાવા સાથે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાંની પણ શક્યતા છે. સોમવારે અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુુ નોંધાયો હતો. વાતાવરણમાં પલટાના કારણે ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akshaya Tritiya 2022: અખાત્રીજ 2022 તારીખ? જાણો શુભ સમય, મહત્વ અને તેને ઉજવવાનું કારણ