Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરી વિશાળ મહિલા સંમેલનને સંબોધશે

pm modi
, મંગળવાર, 19 એપ્રિલ 2022 (08:05 IST)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે. 
           આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમૂર્હત પણ કરવામાં આવશે. ઇ- લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થાય છે. 
    અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવું પહેલી વાર બન્યું હશે કે "એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય,  જૂન-૨૦૨૦ માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા ૭ દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે. બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL: યુઝવેન્દ્ર ચહલના નામે રહી સિઝનની પ્રથમ હેટ્રિક, કલકત્તા સામે એક જ ઓવરમાં લીધી 4 વિકેટ