Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#METOO અમદાવાદમાં નો ગજબનો કિસ્સો, યુવક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો

#METOO અમદાવાદમાં નો ગજબનો કિસ્સો, યુવક ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો
, ગુરુવાર, 1 નવેમ્બર 2018 (11:55 IST)
(સાંકેતિક ફોટા)
અમદાવાદમાં અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સેટેલાઈટ વિસ્તારના વેપારીએ કોઈ અજાણી મહિલા તરફથી વારંવાર તમે સિંગલ છો, તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે, મારે તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે આ પ્રકારના મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય વેપારી વિજય નારંગે મંગળવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેને કોઈ અજાણી મહિલા દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યો છે. આ મહિલા નારંગને વારંવાર પોતે સિંગલ છે કે નહીં તેમ પૂછી રહી છે અને કહ્યું કે, વોટ્સઅપમાં તેનું પ્રોફાઈલ પિક્ચર ખૂબ સારું છે.માનસી સર્કલ પાસે રહેતા નારંગ સાથે ફ્રેન્ડશીપ કરવા ઈચ્છતી આ મહિલા દ્વારા વારંવાર પોતાને કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં પૂછીને પરેશાન કરવા પર તેણે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે નારંગે મહિલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધી તો તેણે ટેક્સ્ટ મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું.આ કારણે પરેશાન થયેલા નારંગે મહિલાને પોલીસમાં ફરિયાદ કરવાની પણ ધમકી આપી દીધી. જેના જવાબમાં મહિલાએ તેને જે કરવું હોય તે કરવા માટે કહ્યું. આ બાદ નારંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં  અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વાતચીત દ્વારા જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ફરજ બજાવી રહેલા એમ.એમ જાડેજાએ જણાવ્યું કે, તેમને FIR મળી છે અને મામલામાં તપાસ શરૂ કરી દીધી છે.પોલીસના સૂત્રોનું કહેવું છે કે, નારંગની પૂર્વ પત્ની જે કોલકાતાથી છે તે હાલમાં આ મામલે શંકાસ્પદ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આ પહેલા પણ નારંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા ફોન કોલ્સની ફરિયાદ નોંધાવી હતી. આ વખતે પણ કોઈ અજાણી મહિલા દ્વારા તેને ફસાવવાનો પ્રયાસ થતા તે પોલીસ પાસે આવ્યો છે. મેસેજમાં લખાયેલી ભાષા કોઈ બંગાળી બોલતી મહિલાની હોવાનું જણાય છે. નારંગને પણ શંકા છે કે તેની પૂર્વ પત્ની, જેની પાસેથી તે 6 મહિના પહેલા જ ડિવોર્સ લઈ ચૂક્યો છે તે હવે તેને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ થયો ત્યારના મુખ્ય મહેમાન અડવાણી અનાવરણમાં જોવા જ ના મળ્યા