Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીએમ વિજય રૂપાણી કોરોના રિપોર્ટ નેગેટિવ, સાંજે કરશે મતદાન

સીએમ વિજય રૂપાણી કોરોના રિપોર્ટ નેગેટિવ, સાંજે કરશે મતદાન
, રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (14:14 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રવિવારે તા.ર૧ ફેબ્રુઆરી-ર૦ર૧ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ  રાજકોટ જશે. મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે. આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
webdunia
મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તદઅનુસાર મુખ્યમંત્રી આજે રવિવાર તા.ર૧ ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે પ થી ૬ વાગ્યા દરમ્યાન  સાંજે 5.15 કલાકે  મતદાન માટે જશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Municipal Election 2021 Live: ગુજરાતની છ મહાનગરપાલિકાની 575 બેઠકો માટે ચૂંટણી -જાણો 12 વાગ્યે સુધી કેટલું મતદાન