Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની નીતિ- રીતિમાં વિશ્વાસ રાખીને મતદાન કરવા બદલ મતદારોનો આભાર: મુખ્યમંત્રી

વિધાનસભાની પેટા ચૂંટણી
, બુધવાર, 4 નવેમ્બર 2020 (10:13 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની નીતિ-રીતિમા વિશ્વાસ રાખીને ગુજરાતના મતદારોએ જે ભારે મતદાન કર્યું છે તે માટે ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે.
 
મણિનગર ખાતે આવેલા હેડગેવાર ભવન ખાતે સરસંઘચાલક મોહન ભાગવતજીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભાજપના એક-એક કાર્યકરે કોરોનાની મહામારી વચ્ચે પણ જે સંનિષ્ઠ પ્રયત્નોથી કાર્ય કર્યું છે તેનાથી ભાજપની જીત નક્કી છે.
 
આજે થયેલું મતદાન દર્શાવે છે કે, ગુજરાતના મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં વિશ્વાસ છે.લોકોને ભાજપની નીતિ માં વિશ્વાસ છે અને વિધાનસભાની ૮ પેટા ચૂંટણીની બેઠકો પર ચોક્કસ જીતીશ છું તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
 
તેમણે કહ્યું કે,કોંગ્રેસ નિરાશ છે.આ ચૂંટણીમાં તે પોતાની હાર ભાળી ગઈ છે. તેથી વિવિધ પ્રકારના નિવેદનો કરીને પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાના શિક્ષકે ઓનલાઇન ક્લાસમાં પોસ્ટ કરી અશ્લીલ ફોટો, વાલીઓએ ચખાડ્યો મેથીપાક