ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાનાર હતી જેને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. રાજ્યમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયાં હતાં. હવે આ બેઠકો પર આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાનાર હતી પણ રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
કઈ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
1. મોરબી
2. કરજણ (વડોદરા)
3. કપરાડા (વલસાડ)
4. લિમડી (સુરેન્દ્રનગર)
5. ગઢડા (બોટાદ)
6. ડાંગ
7. ધારી (અમરેલી)
8. અબડાસા (કચ્છ)