Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેલની મોંઘવારીથી શાકભાજીની કિમંતમાં લાગી આગ, 100 રૂપિયા કિલો થઈ વટાણાની કિમંત ટામેટા 80ને પાર

તેલની મોંઘવારીથી શાકભાજીની કિમંતમાં લાગી આગ, 100 રૂપિયા કિલો થઈ  વટાણાની  કિમંત ટામેટા 80ને પાર
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:09 IST)
ડીઝલના ભાવ વધતા શિયાળાની ઋતુમાં શાકભાજીના ભાવમાં આગ લગાવી દીધી છે. દેશના અનેક શહેરોમાં ટામેટાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામના પાર પહોંચી ગઈ છે.  બીજી બાજુ મટરની કિમંત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. ડીઝલના ભાવને કારણે ટ્રાંસપોર્ટેશન કૉસ્ટમાં વધારો અને દક્ષિણના રાજ્યોમાં વરસાદને કારણે પાક ખરાબ થવાને કારણે શાક મોંઘા થઈ ગયા છે. 
 
ભોપાલના શાક વિક્રેતા રાજેશ ગુપ્તાએ કહ્યુ કે શાકભાજીની કિમંતો વધી ગઈ છે. કારણ કે તે હાઈ ફ્યુલ કિમંતો સાથે પરિવહન પર નિર્ભર કરે છે. અહી ટામેટાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળીની કિમંત 30 રૂપિયા પ્રતિ કિલો, ઓકરાની કિમંત 80 રૂપિયા પ્રતિ કિલો અને મટરના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે. 
 
સામાન્ય માણસની પહોંચની બહાર થયા ટામેટા 
 
દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદને કારણે પાક ખરાબ થવાથી ટામેટાની કિમંતોમાં ઉછાળો આવ્યો છે. અહી ટામેટાની રોપણી નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરવામાં આવે છે. દેશની રાજઘાની દિલ્હી સહિત અનેક શહેરોમાં ટામેટાન આ ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેને કારણે ટામેટાનો ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયો છે. શિયાળાની ઋતુમાં માંગ વધવાને કારણે તેનો ભાવ ઓછો નથી થઈ  રહ્યો. 
 
અહી 160 રૂપિયા પહોચી ટામેટાની કિમંત 
 
ચેન્નઈમાં ટામેટની કિમંત 160 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં પૂરને કારણે ટામેટાનો પાક ખરાબ થવાથી ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઓછી પેદાશ અને વધુ માંગની સાથે સાથે ટ્રાસપોર્ટેશન રોકાણમાં વધારાથી ટામેટામાં પણ ઉછાળો આવ્યો છે. 
 
જરૂરી વસ્તુઓની આપૂર્તિમાં ભારે કમીને કારણે તેની કિમંત એક નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. કોયમ્બેડ થોક બજારમાં સોમવારે ટામેટા લગભગ દોઢ ગણા ઓછા મળ્યા. આ છેલ્લા એક પખવાડિયામાં સૌથી ઓછી આવકમાંથી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mawtha Gujarat- ગુજરાતમાં 2 દિવસ માવઠાની આગાહી