Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત: GTU

વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત: GTU
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (18:17 IST)
છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી સમગ્ર વિશ્વ કોવીડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ તેના નિવારણ માટે વિશેષ પ્રમાણમાં વેક્સિનેશનની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યા અનુસાર, આગામી 1 મે 2021થી ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના માટે પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. 
કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત કરવામાં આવી છે. 
 
આ સંદર્ભે જીટીયુ‌ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવીડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાની ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે.  
 
આ સંદર્ભે જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરીપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus Hospital: ગુજરાતના વડોદરામાં મસ્જિદને બનાવી કોવિડ હોસ્પિટલ રજુ કરી મિસાલ