Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના દર્દીઓ માટે ના રેમડેસિવીર-ના ઓક્સિજન, ડોક્ટરે આપ્યું રાજીનામું

કોરોના દર્દીઓ માટે ના રેમડેસિવીર-ના ઓક્સિજન, ડોક્ટરે આપ્યું રાજીનામું
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (12:18 IST)
ગુજરાતમાં કોરોનાની સંક્રમણની ગતિ ઝડપથી વધી રહી છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. જેના લીધે સારવાર કરનાર દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે જ્યારે રિકવર ઓછા થાય છે. જેના લીધે હોસ્પિટલમાં દર્દીઓને ના તો બેડ મળી રહ્યા છે અને જો બેડ મળી જાય તો ઓક્સિજન મળતો નથી. 
 
રેમડેસિવીરને સમસ્યા પણ છે. ખાનગી હોસ્પિટલોમાં આવી મુશ્કેલીઓ વધુ છે. એટલા માટે બુધવારે આ બધાથી પરેશા થઇને ડો. વીરેન શાહે અમદાવાદના હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશન (AHNA) ના સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું છે.
 
ડો. વિરેન શાહ થોડા દિવસો પહેલાં નગર નિગમ અને સરકારની સામે ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિર અને ઓક્સિજનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. પરંતુ તેમણે નગર નિગમ પર કોઇ નક્કર પગલાં ન ભરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવીર અને ઓક્સિજન મુશ્કેલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.પરિણામે ઘણા દર્દીઓ અને તેમના પરિવારોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં દર્દીઓ પણ પરેશાન છે. 
 
આ બધી જ બાબતોને નગર નિગમથી માંડીને સરકાર સામે ઉઠાવી. ડો વીરેન શાહે આરોપ લગાવ્યો હતો કે પરેશાનીઓને દૂર કરવાના બદલે નગર નિગમ તેમને દોષી ગણાવે છે. 
 
કહેવામાં આવી રહ્યું છે મંગળવારે ડો. વિરેન શાહે મ્યુનિસિપલ કમિશ્નર પાસે AHNA ને પડી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યુ હતું, પરંતુ વહિવટી તંત્ર દ્વારા કોઇ સંતોષજનક જવાબ ન મળતાં નારાજ થઇને તેમણે રાજીનામું આપી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે નગર નિગમ તરફથી તેમને દોષી ગણવામાં આવતાં ડો. વીરેન શાહ નારાજ હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીતારામ યેચુરીના મોટા પુત્ર આશીષ યેચુરીનુ નિધન