Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના વધતા કેસ વચ્ચે સીએમ વિજય રૂપાણીએ આપ્યુ મોટુ નિવેદન, બોલ્યા - હાલ લોકડાઉનની જરૂર નથી

કોરોનાના વધતા કેસ વચ્ચે  સીએમ વિજય રૂપાણીએ આપ્યુ મોટુ નિવેદન, બોલ્યા - હાલ લોકડાઉનની જરૂર નથી
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (11:07 IST)
કોરોના વાયરસના સંક્રમણના મામલા ઝડપથી વધવા સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કહ્યુ કે રાજ્યમાં હાલ લોકડાઉન લગાવવાની જરૂર નથી. રૂપાણીએ અહી પત્રકારોને કહ્યુ, જરૂર પડતા અમે લોકડાઉન લગાવવા વિશે વિચાર કરીશુ. હાલ આ પ્રકારની કોઈ જરૂર નથી. રાજ્યના 20 શહેરોમાં રાત્રે કરફૂ છે અને જો મામલા વધ્યા તો અમે અન્ય શહેરોમાં પણ આ પ્રકારના કરફ્યુ લગાવીશુ. 
 
તેમણે કહ્યુ, 'અમે વાયરસના પ્રસારને રોકવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે. અમે શાળા, કોલેજ, મોલ, સિનેમાઘર બંધ કર્યા છે અને મુખ્ય શહેરોમાં બસ સેવા પણ બંધ કરી છે. હુ લોકોની સ્થિતિમાં સુધાર આવ્યા વગર ઘરેથી ન નીકળવાની અપીલ કરીશ. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના 12,206 કેસ સામે આવ્યા પછી સંક્રમિતોની કુલ સંખ્યા 4,28,178 થઈ ગઈ. આ ઉપરાંત 121 રોગીઓના મોત થયા પછી મૃત્યુ આંક 5615 પર પહોંચી ગયો છે. 
 
આ રાજ્યોમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પ્રવાસી મજૂર 
 
કોરોના સંક્રમણથી સતત પરિસ્થિતિ વણસી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મહામારીને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાજ્યો ધીમે ધીમે લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. સાથે જ આ રાજ્યોના પ્રવાસી મજૂરો ઉત્તરપ્રદેશ પરત ફરી રહ્યા છે. બસ સ્ટેન્ડ્સ પર ભીડ વધી રહી છે. લોકો તેમના શહેરની બસ પકડવા માટે પહોંચી રહ્યા છે. સાથે જ લોકોનુ કહેવુ છે કે લોકડાઉનને કારણે તેમનું કામ છૂટી ગયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં દર કલાકે 5 વ્યક્તિઓ ગુમાવે છે જીવ, અમદાવાદ ડેથ રેટમાં ટોપ પર