Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં બદલીનો દૌર શરૂ, એકસાથે આટલા IAS અધિકારીઓની બદલી

રાજ્યમાં બદલીનો દૌર શરૂ, એકસાથે આટલા IAS અધિકારીઓની બદલી
, શનિવાર, 19 જૂન 2021 (13:47 IST)
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતાં જ રાજ્યમાં બદલીઓની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યમાં ધડાધડ આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે. 
 
અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. એચજે હૈદરની GSRTC ના વાઇસ ચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે.
 
આ પહેલા ગુજરાત સરકારે રાજસ્વ વિભાગના મુખ્ય સચિવ  (ACS)  પંકજ કુમાર સહિત 21 આઈએએસ  (IAS) અધિકારીઓની બદલી કરી હતી.  કુમારને ગૃહ વિભાગનો ભાર સોપ્યો હતો. 1986 બૈચના આઈએએસ અધિકારી કુમાર છેલ્લા કેટલાક મહિનાઓથી ગૃહ વિભાગનો અધિક પ્રભાર સાચવી રહ્યા હતા.  રાજ્ય સામાબ્ય પ્રશાસન વિભાગે એક સૂચનામાં કહ્યુ હતુ કે કુમારને ગૃહ વિભાગના એસીએસ બનાવ્યા છે. 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે સતત ઘટાડો