Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આણંદ પર આફત: 4 કલાકમાં 7 ઇંચ વરસાદ, સ્થાનિક નદીઓમાં પૂર, અનેક ગામ સંપર્કવિહોણા બન્યા

આણંદ પર આફત: 4 કલાકમાં 7 ઇંચ વરસાદ, સ્થાનિક નદીઓમાં પૂર, અનેક ગામ સંપર્કવિહોણા બન્યા
, શનિવાર, 19 જૂન 2021 (10:18 IST)
ગુજરાતના આણંદ જિલ્લામાં બે દિવસથી જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. શુક્રવારે સવારે 6 વાગ્યા 10 વાગ્યા સુધી શહેર તથા આસપાસના વિસ્તારોમા6 4 કલાકમાં જ 7 ઇંચ વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો બીજી તરફ પાણી ભરાતા નદી જેવા દ્વશ્યો સર્જાયા હતા. 
 
સ્થાનિક નદીઓમાં સપાટી વટાવી ચૂકતાં ઘણા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. તો બીજી તરફ વિજપોલ પણ પડી ગયા હોવાથી અંધારપટ છવાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર પેટલાદમાં 48, ખંભાતમાં 22, બોરસદમાં 15, આંકલાવમાં 8, સોજીત્રામાં 4, તારાપુરમાં 2 અને ઉમરેઠમાં લગભગ 1 મીમી વરસાદ નોંધાયો છે. 
 
હળવદથી લગભગ 18 કિમી દૂર ચિત્રોડા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જોરદાર વરસાદના લીધે ફલકુ અને બ્રાહ્મણી નદીમાં પૂર આવી ગયું છે. નદીના પાણી ગામમાં પ્રવેશી ચૂક્યા છે. જેથી ગામના ઘણા વિસ્તાર ટાપૂમાં ફેરવાઇ ગયા છે. પશુધન પૂરની ચપેટમાં આવી ગયું છે. જોકે સમય જતાં તેમને બચવી લેવામાં આવ્યા હતા. 
 
જો કે આશ્ચર્યજનક બાબત છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઇ જાણકારી આપવામાં ન આવી હોવાનું કહ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હોઇ આભ ફાટવાની ઘટના બની હોવા છતા તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું. 
 
આ ઉપરાંત સુરતમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કુલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. 
 
તો બીજી તરફ મહેસાણા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરમાં માત્ર એક કલાકનાં સમયમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે ગોપીનાળુ અને ભમરિયું નાળુ પાણીમાં ગરકાવ થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રીએ મા અંબાને કરી પ્રાર્થના, કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ