Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રીએ મા અંબાને કરી પ્રાર્થના, કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ

મુખ્યમંત્રીએ મા અંબાને કરી પ્રાર્થના, કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ
, શનિવાર, 19 જૂન 2021 (10:06 IST)
મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમતી અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
webdunia
મુખ્યમંત્રીએ જણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.
 
ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસી.કલેક્ટર પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો આ દર્શન પૂજન માં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD રાહુલ ગાંધી - 51 વર્ષના થયા રાહુલ ગાંધી, દિલ્હી કોંગ્રેસ સેવા દિવસના રૂપમાં ઉજવશે, વહેંચશે માસ્ક અને ભોજન