આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલા નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે. વલ્લભસદન ખાતે પ્રેસ સંબોધન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ નવરંગપુરા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.
કોરોનાની ગાઈડલાઈન ભૂલી અને અરવિંદ કેજરીવાલની ગાડીને ઘેરી વળ્યાં હતા. પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં 100 જેટલા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. કોરોનાની ગાઈડલાઈન મુજબ રાજકીય કાર્યક્રમમાં 50 જેટલા જ લોકો હાજર રહી શકે છે પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં 100 જેટલા લોકો પહોંચ્યા હતા.દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે ત્યારે સર્કિટ હાઉસમાં બેઠક,વલ્લભ સદનમાં પત્રકાર પરિષદ અને બાદમાં નવરંગપુરા ખાતેના નવા કાર્યાલયનું કરવામાં આવ્યું હતું.નવરંગપુરા ખાતે ઉદઘાટન કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા..નવું કાર્યાલય એક બંગલામાં રાખવામાં આવ્યું છે જેથી જગ્યા નાની હોવાને કારણે કાર્યકરોને મુશ્કેલી થઈ હતી.
નવા કાર્યાલયની ઓફિસમાં કેજરીવાલ, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા એ કેટલાક આગેવાનો સાથે બેઠક યોજી હતી.બેઠક દરમિયાન કેટલાક આગેવાનોએ અંદરની ઓફિસમાં પ્રવેશવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ કેજરીવાલના સિક્યુરિટી ગાર્ડ અને અંદર પ્રેવશ મેળવવા પ્રયત્ન કરી રહેલ આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.