Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી

IAS officer
, ગુરુવાર, 22 જૂન 2023 (09:25 IST)
IAS officer
છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલી અંગેની ચર્ચાઓ ચાલી રહી હતી જેમાં હવે સિનિયર કક્ષાના 7 અધિકારીઓની બદલી સામે આવી છે. રાજ્યમાં 7143 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જે 7 અધિકારીઓની બદલી કરવામાં આવે છે, તેમાં એમ.કે.દાસ, મોના ખાંધાર, મનિષ ભારદ્વાજ, કમલ દાયાણી, રાજ કુમાર બેનિવાલ અને આરતી કુંવરનો સમાવેશ થાય છે.   
 
આ 7 IAS અધિકારીઓની બદલી
 
1 કમલ દાયાણીની એડીશનલ ચીફ સેક્રેટરી GAD તરીકે બદલી કરવામાં આવી છે. 
2. મનોજ કુમાર દાસની સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ તેઓને આગામી આદેશો સુધી સરકાર, બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો પણ સંભાળશે. 
3. મોના કે. ખંધારની સરકાર, પંચાયતો, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ મનોજ . કુમાર દાસ, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ મોના કે. ખંધાર આગળના આદેશો સુધી મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને સરકારના મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ભૂતપૂર્વ અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
4. અશ્વિની કુમારને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલયના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ આગામી આદેશો સુધી સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
5. અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે  આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે. 
6 લાંબા સમયથી દિલ્લીના રેસિડેન્ટ કમિશેનર આરતી કંવર ગુજરાત પરત ફરશે, જેમને ફાઈનાન્સ વિભાગ ના સચિવ તરીકે બદલી જ્યારે રેસિડેન્ટ કમિશ્નર તરીકે વધારાનો ચાર્જ સંભાળશે
7. રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ  કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે. 
 
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં  આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રથયાત્રા બાદ બદલીની શક્યતાઓ હતી ત્યારે હવે એક સપ્તાહમાં જ IPS અધિકારીઓની બદલી થઈ શકે છે.
 
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે.  ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરને નવા કમિશનર મળે તેવી શક્યતા છે.  અમદાવાદ સહિતના મહાનગરો તેમજ રાજ્યની અલગ-અલગ રેન્જના આઈજીની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 33 કરોડના બ્લેક કોકેઇન સાથે બ્રાઝિલના એક શખ્સની ધરપકડ કરી