Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 33 કરોડના બ્લેક કોકેઇન સાથે બ્રાઝિલના એક શખ્સની ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 33 કરોડના બ્લેક કોકેઇન સાથે બ્રાઝિલના એક શખ્સની ધરપકડ કરી
અમદાવાદ , ગુરુવાર, 22 જૂન 2023 (09:12 IST)
આરોપી પ્રવાસી વિઝા પર સાઉ પાઉલો એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધી મુસાફરી કરી રહ્યો હતો
 
 ગુજરાતમાં વિદેશી દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે કોકેઈન પણ પકડાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 33 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો. 
 
33 કરોડની કિંમતનું બ્લેક કોકેઈન પકડાયુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પ્રવાસી વિઝા પર સાઉ પાઉલો એરપોર્ટથી બ્રાઝિલનો નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. તેની પાસે કોકેઈન હોવાની ડીઆરઆઈને માહિતી મળી હતી. જ્યારે આ પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ડીઆરઆઈએ તેને રોક્યો હતો અને તેની પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 33 કરોડ રૂપિયા થાય છે. 
 
નાગરિક પ્રવાસી વિઝા પર અમદાવાદ આવ્યો 
બ્રાઝિલનો આ નાગરિક પ્રવાસી વિઝા પર અમદાવાદ આવ્યો હતો. તે આ કોકેઈન અમદાવાદમાં કોને આપવાનો હતો અને તે ક્યાં પહોંચાડવાનું હતું તેની વિસ્તૃત પુછપરછ ડીઆરઆઈના અધિકારીઓ કરી રહ્યાં છે. તેની પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘ઈન્ડિપેન્ડેન્સ’ બ્રાંડને ઉત્તર પ્રદેશના બજારમાં ઉતારશે રિલાયંસ