Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ એરપોર્ટ પર FLTસિસ્ટમ શરૂ કરાઈ, હવે પક્ષીઓની હિલચાલ ઘટશે

FLT system started at Ahmedabad airport, now the movement of birds will reduce
, શનિવાર, 31 ડિસેમ્બર 2022 (16:23 IST)
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT)સિસ્ટમ અપનાવવામાં આવી છે. આ પહેલથી એરપોર્ટ પર પક્ષીઓની હિલચાલથી ઉદભવતા અંતરાયો અંકૂશમાં આવશે. એરપોર્ટ પર પક્ષીઓની ગતિવીધીઓ દૂર કરવા માટે FLT પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી છે. સૌર ઉર્જાથી ચાલતી ફેરોઝ લાઇટ ટ્રેપમાં પક્ષીઓની હિલચાલ અટકાવવા ખાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર આવી અનેકવિધ પહેલો અને પ્રયાસોને કારણે 2022માં બર્ડહીટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
webdunia

FLTની જાળમાં ક્રિકેટ્સ (crickets),પેન્ટાટોમિડ બગ્સ (pentatomid bugs),મોથ્સ(moths),સિર્ફિડ ફ્લાય્સ(syrphid flies)અને ઇયરવિગ્સ (earwigs) જેવા જંતુઓ ફસાઈ જાય છે, જેથી તેમના પર નભતા પક્ષીઓને ખોરાક મળતો અટકે છે. આ સિસ્ટમ મુખ્યત્વે રોઝી સ્ટાર્લિંગ્સ, માયનાસ, સ્વેલો અને સ્વિફ્ટ્સ જેવા પક્ષીઓની હિલચાલને અટકાવે છે. SVPIA ખાતે આ મુખ્યત્વે મોટા ફ્લોકિંગ પક્ષીઓ જોવા મળે છે. વિવિધ જંતુઓ ઉપરાંત FLT તિત્તીધોડાઓને પકડવામાં પણ મદદરૂપ છે. ખાસ ડિઝાઇન કરાયેલ FLT તેના રંગ અને પ્રકાશને કારણે જંતુઓ અને તિત્તીધોડાઓને આકર્ષે છે. આ જંતુઓ અને ખડમાકડીઓ એરપોર્ટની આસપાસ જોવા મળતા પક્ષીઓનો મુખ્ય આહાર હોય છે. દરરોજ રાત્રે FLTની કામગીરી પક્ષીઓ માટે જંતુઓના ખોરાકનો અભાવ સર્જે છે. FLT એક રાત્રિમાં આશરે 100 કિલો જંતુઓ પકડી શકે છે. વળી તેનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો પ્રયોગ પણ ઘટે છે. આ નવી સિસ્ટમના ઉપયોગથી પક્ષીઓની હિલચાલ ઓછી કરવામાં ભારે મદદ મળી છે. SVPI એરપોર્ટ પર ઉડ્ડયન સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. અમારી ટીમ એ સુનિશ્ચિત કરી રહી છે કે એરપોર્ટ પર સલામતીના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવામાં આવે. SVPIA એરપોર્ટ નિયમિત સર્વે કરે છે અને પક્ષીઓના જોખમો ઘટાડવાની વ્યવસ્થા વિકસાવવા જિલ્લા વહીવટીતંત્ર સાથે મંત્રણા કરે છે. એરક્રાફ્ટની સલામતીને સુનિશ્ચિત કરવા માટે છેલ્લા બે વર્ષમાં અમલમાં મૂકાયેલા ઘણા પગલાંઓ પૈકીના કેટલાકનો ઉલ્લેખ કરીએ તો, સ્ટાફમાં વધારો, લેસર ગન, ઝોન ગન અને બાયો-એકોસ્ટિક ઉપકરણો જેવા અન્ય ઘણા પગલાંઓનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વલસાડ જિલ્લા પોલીસનું સઘન ચેંકિગ, 916 નબીરાને પીધેલી હાલતમાં ઝડપ્યા