Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીધામ-તિરૂનેલવેલી વચ્ચે હમસફર એક્સપ્રેસનો પ્રારંભ

ગાંધીધામ-તિરૂનેલવેલી વચ્ચે હમસફર એક્સપ્રેસનો પ્રારંભ
, ગુરુવાર, 5 જુલાઈ 2018 (12:21 IST)
અમદાવાદ, રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ગાંધીધામ તથા તિરૂનેલવેલી વચ્ચે નવી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રેન નં.09424 ગાંધીધામ - તિરૂનેલવેલી હમસફર એક્સપ્રેસ 05 જુલાઈ 2018(ગુરૂવાર)ના રોજ સવારે 10.00 કલાકે ગાધીધામથી ઉપડશે તથા શનિવારે 07. જુલાઇ ના રોજ  સવારે 09.30 કલાકે તિરૂનેલવેલી પહોંચશે. 
આ નવી ટ્રેન નો શુભારંભ ભારત સરકારના રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહાંઇ દ્ધારા ગાંધીધામ સ્ટેશન પર આયોજિત સમારભમાં પ્રસ્થાન સંકેત આપીને કરાવ્યો હતો. 
     નિયમિત સેવા તરીકે ટ્રેન ન. 19424 ગાંધીધામ-તિરૂનેલવેલી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ તારીખ 16.જુલાઈ 2018 થી દર સોમવારે 13.50 કલાકે ગાંધીધામથી ઉપડીને દર બુધવારે 11.30 કલાકે તિરૂનેલવેલી પહોચશે. 
    પરતમાં ટ્રેન ન. 19423 તિરૂનેલવેલી- ગાંધીધામ સાપ્તાહિક હમસફર એક્સપ્રેસ તારીખ 19.જુલાઈથી દર ગુરુવારે 07.45 કલાકે તિરૂનેલવેલીથી ઉપડીને દર શનિવારે સવારે 05.45 કલાકે ગાંધીધામ પહોચશે. 
    આ ટ્રેન માં બધા જ  હમસફર શ્રેણીના થર્ડ એસી કોચ તથા પેંટ્રી કાર કોચ રહેશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, વસઇ રોડ, પનવેલ, રત્નાગિરી, મડગાવ, કારવાર,મેંગલોર,કોઝિકોડ, શોરાનુર, એર્નાકુલમ તથા તિરુવનંતપુરમ સ્ટેશનો પર રોકશે. 
    ટ્રેન ન. 19424 ગાંધીધામ-તિરૂનેલવેલી સાપ્તાહિક હમસફર એક્સપ્રેસનું આરક્ષણ તમામ કોમ્પુટરાઈઝડ પ્રવાસી આરક્ષણ કેન્દ્રો તથા આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી 05.જુલાઈ 2018થી પ્રારંભ થશે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં બળાત્કારનાં કિસ્સા નોધપાત્ર - અમદાવાદમાં સૌથી વધુ