આજકાલના યુવક-યુવતીઓમાં આકર્ષક ફીગર બતાવવાનો ક્રેઝ વધ્યો છે. તેથી જ આજકાલ જીમની ખૂબ જ બોલબાલા છે. પોતાની હેલ્થને લઈને દરેક સજાગ થઈ ગયા છે. બોલીવુડમાં તમે અનેક એવા અભિનેતા-અભિનેત્રીને જોયા હશે જેમની ફીગર જોઈને તમને પણ થતુ હશે કે આ લોકો કેવી રીતે આટલી વ્યસ્ત લાઈફમાં આવી ફિગર જાળવી રાખે છે. પરંતુ હકીકતમાં આ તેમની નહી તેમના જીમ ટ્રેનરની મહેનત હોય છે.
આજે અમે તમને ભારતની સૌથી વધુ ફેમસ જીમ ટ્રેનર વિશે જણાવીશું. જે પોતાના બોલ્ડ,હોટ અને આકર્ષક ફોટાથી ઘણી ચર્ચામાં રહે છે. આ છોકરીનું નામ રિચી શાહ છે.
27 વર્ષીય રિચી શાહ તેના યૂટ્યુબ ચેનલ દ્વારા વિવિધ ફિટનેસ ટિપ્સ આપે છે. તેણે કેટલાંક મ્યૂઝિક આલબમમાં પણ કામ કર્યું છે. હાલ રિચી શાહ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેને ફિટનેસ ટ્રેનિંગની સાથે-સાથે મોડલિંગ કરવાનું પણ ગમે છે. તમે તેના ફોટા જોઇને જ અંદાજ લગાવી શકો કે તે કેટલી હોટ, ગ્લમેરસ અને આકર્ષક છે.
રિચીને પહેલાથી જ ફિટનેસનો ખૂબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.
તેના ફિટનેસના વખાણ સમગ્ર મુંબઇમાં થાય છે. દરેક વ્યક્તિ તેની પાસેથી ટ્રેનિંગ લેવાની ઇચ્છા રાખે અને શીખવા માંગે છે કે, આકર્ષક અને ગ્લેમરસ ફિગર કેવી રીતે બનાવી શકાય.
યૂટ્યૂબ ચેનલ પર તેના હજારો ફોલોઅર્સ છે. જેઓ રિચીની વીડિયો ટિપ્સ જોઈને તેમની બોડીને પણ ફિટ રાખે છે. રિચી શાહ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે.