Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

દંડથી બચવા પૂરપાટ ઝડપે હંકાર્યું બાઈક, બાઈક સવારે પોલીસ જવાનને 25 ફૂટ ઢસડ્યો

દંડથી બચવા પૂરપાટ ઝડપે હંકાર્યું બાઈક
, બુધવાર, 6 નવેમ્બર 2019 (10:54 IST)
રાજ્યમાં ફરજીયાત લાગુ કરવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટના નિયમો અનુસાર દંડ વસૂલવામાં શહેર પોલીસ વ્યસ્ત છે. ત્યારે વડોદરામાં એક બાઈક ચાલકને અટકાવવા જતાં ટ્રાફિક પોલીસ ઈજાગ્રસ્ત થયો છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ છે. જેના આધારે પોલીસે બાઇક સવારની ધરપકડ કરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેગંજ સર્કલ પાસે ટ્રાફિક પોલીસનો એક કાફલો ઊભો હતો. તે દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર એક બાઇક સવાર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટ્રાફિક પોલીસના એક જવાને બાઈક ચાલકને ત્યાં અટકાવ્યો હતો. જે બાદ બાઇક ચાલક અને પોલીસ જવાન વચ્ચે ટ્રાફિકના નિયમને લઇને બોલાચાલી થઇ હતી. જો કે, તે જ દરિયાન દંડથી બચવા માટે અને ટ્રાફિક પોલીસના હાથમાંથી છટકવા માટે બાઇક ચાલકે પૂરઝડપે બાઈક હંકારી હતી પરંતુ ટ્રાફિક પોલીસના જવાને બાઇકને પાછળથી પકડી લીધું હતું. જેથી પૂરઝડપે બાઈક હંકારતા ટ્રાફિક પોલીસ જવાન રસ્તા પર ઢસડાયા હતા.
 
બાઈક ચાલકે પોલીસ જવાન મુકેશ રાઠવાને રોટ પર 25 ફૂટ સુધી ધસેડ્યા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. ટ્રાફિક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ, સયાજીગંજ પોલીસે બાઈક સવાર રિકીન સોનીની ધરપકડ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના દરિયા કિનારે અથડાશે મહા વાવાઝોડું, દરિયામાં જોવા મળ્યો કરંટ