Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાયકલિંગ વધારવા ગુજરાતના આ શહેરને મળે છે ખાસ સવલત, સાયકલની ખરીદી સબસિડી પણ

સાયકલિંગ વધારવા ગુજરાતના આ શહેરને મળે છે ખાસ સવલત, સાયકલની ખરીદી સબસિડી પણ
, ગુરુવાર, 3 જૂન 2021 (11:47 IST)
સાયકલિંગને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત બે લાખ થી વધુ લોકોએ સાયકલ ચલાવવાનો લાભ લીધો છે. વાર્ષિક ૨૨ હજાર જેટલા લોકો સાયકલ શેરીંગ પ્રોજેક્ટનો લાભ મેળવે છે. 
 
સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા રોજના એક કલાક સાયકલ ચલાવવા માટે કોઇપણ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી પરંતુ એક કલાક બાદ પ્રતિ કલાક બે રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના રહેવાસીઓ 24 ઇંચ થી મોટા વ્હીલની સાયકલ ખરીદે તો તેમને હજાર રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવે છે. 
 
આ માટે ઓનલાઇન એપ્લિકેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ કોર્પોરેશનની વેબસાઇટ પર સબમિટ કર્યા બાદ ૬૦થી ૯૦ દિવસમાં સબસીડી ચૂકવવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૪૫૦૦ થી વધુ લાભાર્થીઓને સબસીડી ચૂકવવામાં આવી છે તેમ પ્રોજેકટ ઇનચાર્જ વત્સલ પટેલે જણાવ્યું હતુ.
 
સાયકલને રોજીંદા જીવનમાં અપનાવવા માટે તથા જે લોકો રોજીંદા જીવનમાં અપનાવી નથી શકતા તે લોકોને ઓછામાં ઓછુ   અઠવાડીયામાં એક દિવસ સાઇકલ ચલાવવા માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સપોર્ટ આપવા માટે પ્રતિ શુક્રવાર પોતે સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે. એમની સાથોસાથ કોર્પોરેશનનો અન્ય સ્ટાફ પણ સાઇકલ ચલાવીને ઓફિસ આવે છે.
 
સાઇકલીંગથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા, ઓનરશીપની ભાવના જાગે, ગ્રીન રાજકોટ-ક્લીન રાજકોટ અંતર્ગત પોલ્યુશન ઘટાડી શકાય ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરી શકાય તથા પાર્કિંગની સ્પેસનો મહત્તમ ઉપયોગ કરી શકાય તથા લોકોની શારીરિક માનસિક તંદુરસ્તી અને સુખાકારી વધારો થાય તેવા ઉદ્દેશ્યથી સાયકલચલાવવી જરૂરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમૂલના મેનેજીંગ ડિરેકટર ડો.આર.એસ. સોઢીની IDFCના બોર્ડમાં નિમણૂંક