Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

સુરતના કયા મોટા ઉદ્યોગપતિ સામે શિક્ષિકાએ નોંધાવી છેડતીની ફરિયાદ?

surat news
, મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (16:25 IST)
શહેરની ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે શક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસનો શિક્ષિકાનો આરોપ છે. શિક્ષિકાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સુરતની આદર્શ સોસાયટી ખાતે રહેતા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ 15 ડિસેમ્બર 2018થી 27મી માર્ચ 2019 દરમિયાન શિક્ષિકા સાથે બિભત્સ ચેનચાળા કરી માનસિક ત્રાસ આપ્યો હતો. પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી કે, શિક્ષિકાબેન સ્કૂલમાં નોકરી કરતા હતા, તે દરમિયાન એક ટ્રસ્ટીએ બેનની છેડતી કરી હતી. એ બાબતે ગુનો દાખલ કરેલો છે. ટ્રસ્ટીએ મોબાઇલ પર પણ ખરાબ મેસેજ પણ મોકલ્યા હતા. તેમજ રૂબરૂમાં બોલાવીને પણ છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ, તપાસ ચાલું છે. પુરાવા મળશે, તે રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સદગત પ્રણવ મુખરજીના માનમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે