Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનીઓની હડતાળથી શહેરમાં 200 કરોડના વ્યવહારો અટક્યા, હોલમાર્કિંગના નવા નિયમના અમલ સામે વિરોધ

સોનીઓની હડતાળથી શહેરમાં 200 કરોડના વ્યવહારો અટક્યા, હોલમાર્કિંગના નવા નિયમના અમલ સામે વિરોધ
, મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (07:53 IST)
સોનાના દાગીના ઉપર હવેથી ફરજિયાત બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા હોલમાર્કિગ યુનિક આઇડી (એચયુઆઇડી) લાગુ પાડવાના વિરોધમાં જ્વેલર્સે સોમવારે એક દિવસની ટોકન હડતાળ પાડી હતી. જેના કારણે શહેરના મુખ્ય બજારો માણેકચોક, સીજી રોડ, સેટેલાઇટ, સાબરમતી, મણિનગર, અમરાઈવાડી, ખોખરા, નરોડા સહિતના વિસ્તારોમાં જ્વેલર્સની દુકાનો શો રૂમ બંધ રાખ્યા હતા.

હડતાળને પગલે શહેરમાં 150થી 200 કરોડના વ્યવહાર અટવાઈ ગયા હતા. એસોસિએશને સોમવારની હડતાળ બાદ સરકારને તેમની રજૂઆતને ધ્યાનમાં લેવા અને જલદી નિર્ણય કરવા કહ્યું છે. ગુજરાત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ઝવેરીભાઇ ઝવેરીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને પત્ર લખીને હોલમાર્કિંગના અમલ અંગે રજૂઆત કરીને સોમવારે સંપૂર્ણ બંધ પાડ્યું હતું. હોલમાર્કિગના નવા એચયુઆઇડીના અમલથી વેપારીઓ અને ગ્રાહકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે નવા એચયુઆડીના કારણે સરકાર સમક્ષ અમે 7 મુદ્દાઓની માંગણી મુકી છે. જેમાં હોલમાર્કિંગ પોઇન્ટ ઓફ સેલ પર લાગુ કરવા, વેપારીની નોંધણી રદ ન કરવા, લાઈસન્સ રાજ, કાર્ય ક્ષમતામાં ઘટાડો અને ફોજદારી કેસો જેવા મુદ્દાઓ છે. લાઈસન્સ રદ કરવા, રૂ. 10 હજારનો દંડ અને ઈન્સ્પેક્ટર રાજ ઉદ્યોગોને ડરાવી રહ્યો છે. શહેરમાં નાના-મોટા 10 હજાર દુકાનો-શોરૂમ તેમજ જ્વેલર્સ સાથે સંકળાયેલા લોકોએ બંધ પાળ્યો હતો. માત્ર ગુજરાતમાં જ રોજનું અંદાજે રૂ. 500 કરોડનું ટર્ન ઓવર થતું હોય છે. જ્યારે અમદાવાદમાં રોજનું રૂ. 150થી 200 કરોડનું ટર્ન ઓવર થાય છે. આ મુદ્દાઓ જલ્દીથી ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉદ્યોગ ખરાબ રીતે પડી ભાંગશે અને લાખો લોકો આજીવિકાને ગંભીર અસર પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપને બ્રહ્મજ્ઞાન થયું, પાટીલે કહ્યું કે, 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિયમ MLA માટે નથી’