Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hanuman Chalisa : હનુમાન ચાલીસા જીવનના દરેક અવરોધો દૂર કરશે

hanuman chalisa
, બુધવાર, 5 એપ્રિલ 2023 (18:03 IST)
હનુમાનજીઃની (Hanuman) કૃપા મેળવવા માટે શ્રીરામને (Lord Rama) યાદ કરવા જોઈએ અને નિત્ય હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. કોરોનાને કારણે આજે લોકોના મનમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતાઓ, ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. બીજી બાજુ ઈમ્યૂન સિસ્ટમનુ સંતુલન બગડવાથી જલ્દી જ રોગથી લોકો ગ્રસ્ત થઈ રહ્યા છે. આવામાં આવો જાણીએ કેવી રીતે હનુમાન ચાલીસાના પાઠ તમને ફાયદો પહોચાડી શકે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો 

હનુમાન ચાલીસા વાંચવા ક્લિક કરો 
 
ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાન ચાલીસા વાંચવાના લાભ 
- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી ભક્તના મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
- જો કોઈ આર્થિક સંકટમાં હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજી પ્રસન્ન થઈને આર્થિક સંકટ દૂર કરે છે. 
- જ્યારે પણ તમે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સંકલ્પ કરો તો શરૂઆત મંગળવાર કે શનિવારથી  જ  કરો.  આ દિવસથી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેને પૂર્ણ કરવામાં સફળતા પણ મળે છે.
- જો તમને કોઈ અજાણ્યો ડર સતાવે છે અથવા જો તમને શત્રુઓની તાકત વધતી દેખાય તો છી રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમત કૃપાથી તમને બળની પ્રાપ્તિ થશે અને જીવનનું દરેક સંકટ આપમેળે જ દૂર થઈ જશે.
-જે લોકો રાત્રે સારી ઊંઘ નથી આવતી, બિહામણા સપના આવે છે તેમણે રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની કૃપાથી ભય દૂર થશે અને મનને શાંતિ મળશે. થોડાક જ દિવસમાં સારી ઊંઘ આવવા માંડશે. 
- જો વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસાના પાઠ કરે તો તેમને શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હનુમાન ચાલીસાના પાઠથી મન અને મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે, જે દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hanuman Jayanti - હનુમાનજીના 11 દિવ્ય મંત્ર, જપશો તો થશે ચમત્કાર