Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપને બ્રહ્મજ્ઞાન થયું, પાટીલે કહ્યું કે, 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવાનો નિયમ MLA માટે નથી’

ભાજપને બ્રહ્મજ્ઞાન
, મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (07:49 IST)
અમરેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાના સન્માન સમારોહમાં આવી પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીની મેડિકલ મેડીકલ કોલેજ ખાતે બોલતા જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે. આ નિર્ણય વિધાનસભા માટે નથી લેવાયો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં અમરેલી સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો. તે નિમિત્તે તેમના આ સન્માન સમારોહમાં આવેલા સી.આર. પાટીલે રમૂજ કરતા એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણય પંચાયત અને કોર્પોરેશન માટે છે, વિધાનસભા માટે નથી તેની સ્પષ્ટતા કરી દઉં, નહીંતર અહીં બેઠેલા ધારાસભ્યો હમણાં ઉભા થઇ જશે.

60 વર્ષથી ઉપરનાની ટિકિટ કાપવાની ફોર્મ્યુલા વિધાનસભા ચૂંટણીમાં એટલા માટે પણ ચાલી શકે નહીં કારણ કે જો આવું થયું તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત 11 મંત્રીઓ (ભુપેન્દ્રસિંહ, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા જેવા મંત્રીઓ)ની ટિકિટ કાપવી પડે. તો બીજીબાજુ ભાજપના 36 ધારાસભ્યોને પણ ઘરે બેસવાનો વારો આવે. ‘આપ’ પાર્ટીની તોડફોડ વચ્ચે ભાજપ આવું રિસ્ક લઈ શકે તેમ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમીન નહી વેચાય... નાણાકીય મંત્રીએ જણાવ્યુ શુ છે તૈયારી, રેલવે સ્ટેશન, સ્ટેડિયમ, ટ્રેન, પોર્ટ પણ લિસ્ટમાં