Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના 22 હજાર ડોક્ટર-વકીલોને સર્વિસ ટેક્સ ભરવા CGSTની નોટિસ

અમદાવાદના 22 હજાર ડોક્ટર-વકીલોને સર્વિસ ટેક્સ ભરવા CGSTની નોટિસ
, મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (14:22 IST)
સેન્ટ્રલ જીએસટી કમિશનરેટે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા 22 હજાર વકીલો અને ડોક્ટરોએ ભરેલા 2014-15ના ઇન્કમેટક્સ રિટર્ન પરથી વિગતો લઇ સર્વિસ ટેક્સ ભરવાનો થતો હોવાની નોટિસો આપી રિટર્નમાં રૂ. 10 લાખ આવક બતાવી હોય તો હિસાબો, 26એએસ ફોર્મ, સર્વિસના બિલો અને ઇન્કમટેક્સ રિટર્ન સાથે હાજર થવાનો આદેશ આપ્યો છે. મોટા ભાગે વકીલો અને ડોકટરો પોતાના વ્યવસાયની આવક સિવાય ભાડાની આવક, રોયલ્ટીની આવક, લેખન કાર્ય જેવી આવકો ધરાવતા હોય છે. આમ સર્વિસ ટેકસ કાયાદામાં વકીલો અને ડોકટરોને સર્વિસ ટેકસમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ જો કોઇ વકીલો અને ડોકટરો ભાડાની આવક, કમિશનની આવક, રોયલ્ટીની આવક બતાવતા હોય તેવા કિસ્સામાં તેમને સર્વિસ ટેકસ ભરવાની જવાબદારી ઊભી થાય છે. સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટે અમદાવાદના 20થી 22 હજાર ડોક્ટરો અને વકીલોને નોટિસ ફટકારતા તેઓ દોડતા થયા છે. કાયદાની જોગવાઇ પ્રમાણે વકીલો અને ડોકટરોને સર્વિસ ટેકસમાં મુક્તિ છે પરંતુ જે કોઇ ધંધાદારી વ્યક્તિ વકીલોની સેવા લે તેમને રિવર્સ ચાર્જ મિકેનીજમમાં સર્વિસ ટેકસ ભરવાની જવાબદારી આવી છે. આમ વકીલોનો ડેટા અને વેચાણની વિગતો ડિપાર્ટમેન્ટ પાસે આવતા તેની સેવા લેનાર ધંધાદારી વ્યક્તિઓ પર તપાસ કરવામાં આવશે. હજુ સુધી સીજીએસટી ડિપાર્ટમેનેટ માત્ર વર્ષ 2014 અને 15 નો ડેટા માંગ્યો છે. આ ડેટાની ખરાઇ પુરી થયા બાદ વર્ષ 2016-17 અને 2017-18નો ડેટા માંગવામાં આવશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફાયર સેફ્ટી એક્ટમાંથી કોર્પોરેશન વિસ્તારો બાકાત શા માટે ? : હાઇકોર્ટ