Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

ખોટા દસ્તાવેજ બનાવીને વેચી સરદાર પટેલની જમીન, 3 આરોપીઓને મળી 5 વર્ષની સજા

sardar patel
, શુક્રવાર, 28 માર્ચ 2025 (13:02 IST)
ગુજરાતના ખેડા જીલ્લાના મહેમદાબાદ તાલુકાના ગાડવામાં આવેલ સરદાર પટેલના નામ પર ચાલી રહેલ જમીનને હડપવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. જેમા ગુજરાત ક્ષેત્રીય સમિતિની જમીન પર માલિકના રૂપમાં વલ્લભ ઝવેરીભાઈ પટેલનુ નામ નોંધાયુ હતુ. રેકોર્ડ કમ્પ્યુટીકરણના પછી તેમા કેટલાક ફેરફાર થયા હતા. આ સાથે જ જમીન પર માલિકના રૂપમાં વલ્લભ ઝવેરીભાઈ  પટેલનુ નામ નોંધીને નકલી સાક્ષી ઉભા કરી જમીનના વેચાણના દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હતા. આખો મામલો મહેમદાબાદ અતિરિક્ત કોર્ટ દ્વારા 3 આરોપીઓને દોષી ઠેરવીને જુદી જુદી ધારાઓ હેઠળ પાંચ વર્ષની સજા સંભળાવી હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનુ કુદરતી મોત થઈ ગયુ હતુ. 
 
નકલી સરદાર પટેલ બનવાની વાત આવી સામે
મામલો સામે આવતા જ એ જાણ થઈ કે નકલી સરદાર પટેલ બનીને જમીન ઝડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2004 માં રેકોર્ડ કમ્પ્યુટીકરણ પછી થોડા શબ્દો હટાવી દેવામાં આવ્યા હતા. આ સાથે જ 2009માં જૂની શરતની જમીન હોવાને કારણે તેનો લાભ ઉઠાવવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. 2010મા સબ રજિસ્ટ્રાર કાર્યાલયમા સેલ્સ ડોક્યુમેંટ રજિસ્ટર્ડ કરાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વેચાણ કરનારા  ભૂપેન્દ્ર ડાભીએ રાજસ્વ રેકોર્ડમા માલિકાના હકનો પોતાનુ નામ નોંધાવીને મામલતદાર કાર્યાલયમા અરજી કરી હતી.  જેમા મૂળ માલિક વલ્લભ ઝવેરીભાઈનુ નામ લખ્યુ હતુ.  એ નામ પર ફેરફાર કરીને નીચે ભૂપેન્દ્ર ડાભીએ સાઈન કરી હતી.  
 
વલ્લભભાઈ ઝવેરીભાઈને નોટિસ ન મળવા છતા ફેરફાર નોંધાવી લેવામાં આવ્યો અને આ આધાર પર વલ્લભભાઈ ઝવેરીભાઈનુ નામ રેકોર્ડમાંથી હટાવીને આરોપી ભૂપેન્દ્ર ડાભીએ માલિકીનો હક પોતાને નામે નોંધાવી લીધો હતો. આ વાત એ સમયના નાયબ મામલતદાર બીએન શર્માના ધ્યાનમાં આવી અને ખોટા વેચાણ દસ્તાવેજ થવાનો ખુલાસો થતા જ તેમણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં 2012મા બધા આરોપી વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી.  
 
20 મૌખિક અને 69 દસ્તાવેજી પ્રમાણ રજુ કરવામાં આવેલ મામલામાં સરકારી વકીલ કેએ સુથાર દ્વારા 20 મૌખિક પ્રમાણ રજુ કરવામાં આવ્યા. જેમા ફરિયાદકર્તા દસ્તાવેજ લખનારા અને રજિસ્ટર્ડ કરનારા સબ રજિસ્ટ્રાર, હસ્તાક્ષર વિશેષજ્ઞ સામેલ હતા.  આ સાથે જ 69 દસ્તાવેજી પ્રમાણ પણ રજુ કરવામાં આવ્યા હતા. વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમા રાખતા કોર્ટે આ આદેશ આપ્યો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મ્યાનમારમાં ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી