Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rain Photos- ગુજરાતમાં અત્યારસુધી 33.60 ઇંચ સાથે મોસમનો 102.73% વરસાદ નોંધાઇ ચૂક્યો છે

Rain Photos- ગુજરાતમાં અત્યારસુધી 33.60 ઇંચ સાથે મોસમનો 102.73% વરસાદ નોંધાઇ ચૂક્યો છે
, મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (13:35 IST)
થોડા દિવસોથી પડી રહેલા શ્રીકાર વરસાદને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ચોમાસાની આ મોસમમાં રાજ્યમાં અત્યારસુધી 33.60 ઇંચ સાથે મોસમનો 102.73% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગયા વર્ષે એટલે 2019માં કુલ સરેરાશ વરસાદ 146 ટકા થયો હતો.
webdunia

રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 188.40 ટકા નોંધાયો છે.રાજ્યના 206 ડેમમાં 65.64 ટકા પાણી છે. રાજ્યના 76 જળાશયો 100 ટકા ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે.
webdunia

હાલ 2.24 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.4 મીટરનો વધારો થયો છે. જેને પગલે ડેમની સપાટી વધીને 126.89 મીટરે પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે.
webdunia

ડેમમા હાલ 2052 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જેના કારણે ગુજરાતીઓને પીવાના પાણીની તંગી સર્જાવવાની સંભાવના નહીંવત જણાય છે.ઉત્તર ગુજરાતમાં હજુ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
webdunia

ઉત્તર ગુજરાતમાંથી પાટણ જિલ્લામાં સૌથી 25.78 ઇંચ સાથે સૌથી વધુ 110.80% વરસાદ વરસ્યો છે. આ સિવાય મહેસાણામાં 90.01%, સાબરકાંઠામાં 83.15%, બનાસકાંઠામાં 78.13% ગાંધીનગરમાં 93.20%, અરવલ્લીમાં 78.10% વરસાદ વરસી ચૂક્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં 7.63 ઇંચ સાથે સૌથી ઓછો 36.69% વરસાદ વરસ્યો છે.
webdunia

અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 21.81 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશ 79.21% છે. અમદાવાદ જિલ્લામાંથી ધંધુકામાં સૌથી વધુ 92.69%, અમદાવાદ શહેરમાં 28.46 ઇંચ સાથે 90.62% વરસાદ નોંધાયો છે.
webdunia

સૌરાષ્ટ્રમાં 30 વર્ષની સરેરાશ 26.63 ઇંચ છે જેની સરખામણીએ આ વખતે 35.94 ઇંચ સાથે મોસમનો134.81% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વખતે 51.37 ઇંચ વરસાદ પડયો છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારે વરસાદ અને કોરોનાના કાળ વચ્ચે જામનગર પંથકમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા