Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ધમાકેદાર વરસાદ, પ્રાંચલીમાં 3 કલાકમાં 9 ઇંચ વરસાદ, અમદાવાદ જળબંબાકાર

ગુજરાતમાં ધમાકેદાર વરસાદ, પ્રાંચલીમાં 3 કલાકમાં 9 ઇંચ વરસાદ, અમદાવાદ જળબંબાકાર
, શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (12:31 IST)
સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો.  ઉનામાં ગત રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
webdunia

ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે.  ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
webdunia

નવરાત્રીને આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે પડેલા વરસાદને પગલે આયોજકોમાં પણ ચિંતા છે. રાણીપ સહિતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ભારે પવનને કારણે ઉડી ગયા હતા. 1 કલાક પછી અંડરપાસ ખોલી દેવામાં આવ્યાહતા.વીજળીના કડાકાભડાકા સાથે દોઢથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.  સીઝનના 30 ઈંચ સામે દોઢ ઈંચ વધારે વરસ્યો છે.

શહેરભરમાં વાદળીયા વાતવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે.  શહેરના રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું છે. 3.7 ઈંચ વરસાદ ખાબકતા ઉમરપાડાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા.

જ્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે.કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદ વરસતા તરત નદી, નાળા, કોતરો છલકાય ગયા હતાં. ઉંમરપાડા બજાર નજીક આવેલ મુખ્ય પ્રવેશ દ્વારનું ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું હતું.

જેથી થોડા સમય પુરતો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. તાલુકા મથક ઉંમરપાડાના આસપાસના 10થી 15 કિમી વિસ્તારોમાં 3.7 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને અસર થઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે કૉંગ્રેસની 'ગાંધી સંદેશ યાત્રા'