Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજયના ૫૯ તાલુકાઓમાં વરસાદ: વઘઈમાં સવા બે ઈંચ વરસાદ

રાજયના ૫૯ તાલુકાઓમાં વરસાદ: વઘઈમાં સવા બે ઈંચ વરસાદ
, બુધવાર, 7 ઑગસ્ટ 2019 (14:20 IST)
ગાંધીનગર: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૭/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો. રાજ્યના ૫૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનના ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

મળતી માહિતી અનુસાર વઘઈ તાલુકામાં ૬૭ મી.મી., જયારે વાંસદા અને આહવામાં ૪૮ મી.મી. એટલે કે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ ચીખલીમાં ૩૭ મી.મી., સુબિરમાં ૩૫ મી.મી., કપરાડામાં ૩૨ મી.મી., ડોલવણમાં ૩૧ મી.મી.  અને ધરમપુરમાં ૨૬ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 

ગણદેવીમાં ૨૨ મી.મી., નવસારીમાં ૨૦ મી.મી., વ્યારા, જલાલપોર અને ખેરગામમાં ૧૮ મી.મી., સુરતના માંડવીમાં ૧૫ મી.મી., મહુવામાં ૧૪ મી.મી. અને સોનગઢમાં ૧૨ મી.મી. એટલેકે અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે અન્ય ૪૩ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

વલસાડના કપરાડા તાલુકામાં અને દાહોદના ઝાલોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં ૧૩ મી.મી., ઝાલોદમાં ૧૧ મી.મી., માંગરોળમાં ૬ મી.મી., સુરતના માંડવીમાં ૪ મી.મી. અને અન્ય ૧૦ તાલુકાઓમાં ૩ મી.મી.થી ઓછો વરસાદ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં વરસ્યો છે.  

રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૯૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૭૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૨૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૦.૨૦ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગર શહેરનો આજે 480મો જન્મદિવસ