Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડ: કપરાડામાં તુલસી નદી પરનો કોઝ-વે ધોવાયો, સ્થાનિકો દ્વારા સમારકામ કરવાની માગ

વલસાડ: કપરાડામાં તુલસી નદી પરનો કોઝ-વે ધોવાયો, સ્થાનિકો દ્વારા સમારકામ કરવાની માગ
, સોમવાર, 8 જુલાઈ 2019 (12:05 IST)
દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની બે કાંઠે વહી રહી હતી. જેના કારણે વલસાડના કપરાડા તાલુકામાં પડેલા 4 ઈંચ વરસાદને કારણે તુલસી નદી પરનો કોઝ-વે ધોવાઇ ગયો હતો. તુલસી નદીના પાણી ઓસરતા કોઝ-વે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે કોઝ-વે પરથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધારે ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 5 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, પારડીમાં 3 ઈંચ, ધરમપુર 2.5 ઈંચ તથા ચીખલી અને વલસાડ શહેરમાં 2 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
 
ભારે વરસાદને પગલે વલસાડના કપરાડા તાલુકામાં પડેલા 4 ઈંચ વરસાદને કારણે તુલસી નદીના પાણી કોઝ-વે પરથી પસાર થતું જોવા મળ્યું હતું. પરંતુ જ્યારે કોઝ-વે પરથી નદીનું પાણી ઓસરતા કોઝ-વે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે આસપાસના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
કોઝ-વે પાણીમાં ધોવાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જેને લઇ સ્થાનિકોને ચાલીને કોઝ-વે પાર કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા કોઝ-વેનું તાત્કાલીક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ સાથે દગો કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના બાવાના બેઉ બગડ્યા