Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

વલસાડમાં ભારે પવન ફૂંકાયો જ્યારે તિથલના દરિયામાં ઊચા મોજા ઉછળ્યા

દરિયામાં ઊચા મોજા ઉછળ્યા
, ગુરુવાર, 13 જૂન 2019 (12:53 IST)
વાયુ વાવાઝોડાની અસરને લીધે વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારો પર અસર વર્તતા હવામાન ભારે થઇ ગયું છે. આકાશમાં કાળા વાદળો છવાઇ જતાં 30 કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઊછળી રહ્યા છે. દરિયાઇ ભરતીનું જોર વધી જવા સાથે જ વહીવટી તંત્ર સાબતુ થઈ ગયું છે. પોલીસ અને તંત્રના અધિકારીઓએ તિથલ દરિયા કિનારે પહોંચી સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. 2 કિમીના લાંબા કિનારા પર સ્ટોલ્સને બંધ કરાવાના પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન સહેલાણીઓ પર તિથલ દરિયા કિનારે પહોંચતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વાયુ વાવાઝાડાનો ગુજરાત પર અસર ઓછી થઈ છે. જોકે, ખતરો હજુ હોવાથી તંત્ર તંત્ર સાબદું થઇ ગયું છે. હાલ તિથલ દરિયા કિનારે 30 કિમીની ઝડપે દરિયાઇ પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી બીચ પરના સ્ટોલ્સના પડદા ઉડી રહ્યા છે. સ્ટોલ્સ પર આવેલા સહેલાણીઓને પણ દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી રહી છે.સમગ્ર દરિયા કિનારો ખાલી કરાવી પોલીસ સતત પહેરો કરી રહી છે. બીચ પર ખાણીપીણીના સ્ટોલ્સધારકોએ લારીઓ,કેબિનો,પડદાં વિગેરે સામગ્રી ભરીને બીચ પરથી રવાના થવા હોડ મચાવી છે. આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. અને વલસાડ-વાપીના કેટલાક વિસ્તારોમાં સવારથી હળવા ઝાપટાં પડી રહ્યા છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તિથલ બીચ પર ઉછ‌ળતા ભરતીના મોજાં નજીક જતાં સહેલાણીઓને રોકવા માટે પંચાયત તંત્રએ સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે. જેના ઉપરથી ચેતવણીના મેસેજોનું એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

‘વાયુ’ની અસરઃ દરિયામાં કરંટ વધ્યો, કોડીનારમાં 5 મકાનો ધ્વસ્ત