Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ
, સોમવાર, 28 જૂન 2021 (16:02 IST)
ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત દીવ-દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ નહિવત છે. જ્યારે અમદાવાદમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાંબેલાધાર વરસાદ ખાબકતા કેટલાક ખેતરો પાણીથી ભરાય ગયા હતા. અહીં આવેલી સૌથી મોટી શેત્રુંજી નદીમા પણ નવાનીર પાણીની આવક થતા સમગ્ર વિસ્તારમા લોકોમા ખુશી જોવા મળી રહી છે. કેટલાય સમયથી શેત્રુંજી નદી ખાલી ખમ હતી, પરંતુ આજે નવા નીર આવતા આસપાસની ખેતી પણ મુજબત થવાની આશાએ લોકોનું મનોબળ વધુ મજબૂત થયુ છે.ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટાભેર પવન ફુંકાઈને કેટલાય તાલુકાઓમાં વરસાદનું પુન: આગમન થયુ છે. તેમાંય ખાસ કરીને કપડવંજમાં ધીમી ધારે શરૂ થયા બાદ વરસાદનું પ્રમાણ વધ્યુ હતુ. ગળતેશ્વર અને ઠાસરામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડાના કેટલાંક તાલુકામાં આજે વરસાદનું પુન: આગમન થયુ છે. કપડવંજમાં પવનના સૂંસવાટા સાથે વરસાદી ઝાપટું પડતા 13 મીમીથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્રણેક દિવસ સુધી વરસાદ બંધ રહ્યા બાદ આજે અચાનક સાંજના સમયે વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવનની શરૂઆત થઈ અને ઠેર-ઠેર જમાવટ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં RTE હેઠળ એડમિશન માટે માત્ર 3 દિવસમાં જ 9000 ફોર્મ ભરાયા