Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં RTE હેઠળ એડમિશન માટે માત્ર 3 દિવસમાં જ 9000 ફોર્મ ભરાયા

અમદાવાદમાં RTE હેઠળ એડમિશન માટે માત્ર 3 દિવસમાં જ 9000 ફોર્મ ભરાયા
, સોમવાર, 28 જૂન 2021 (15:54 IST)
વર્ષે 2012થી RTE હેઠળ એડમીશન શરુ થયા હતા જે બાદ દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરુ થાય ત્યારે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થાય છે. આ વર્ષે 25 જૂનથી RTE હેઠળ એડમીશન માટે ફોર્મ ભરવાના શરુ કરવામાં આવ્યા છે. શરૂઆતના 3 દિવસમાં જ 9000 જેટલા એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાયા છે. હજુ 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે જેથી 30,000 કરતા વધુ લોકો ફોર્મ ભારે તેવી શક્યતા છે.

વર્ષ 2021-22માં શૈક્ષણિક સત્રમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. 25 જૂનથી 5 જુલાઈ સુધી વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જે બાદ 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તે બાદ 15 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. 25 જૂનથી 3 દિવસમાં જ 9000 જેટલા ફોર્મ લોકોએ ભર્યા છે. હજુ 8 દિવસ સુધી ફોર્મ ભરી શકાશે જેથી ૩૦,૦૦૦ કરતા વધુ લોકો ફોર્મ ભારે તેવી શક્યતા છે.આ વર્ષે RTE હેઠળ 12,500 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. 30,000 વિદ્યાર્થીઓ કરતા વધુની અરજી સામે 12,500 બાળકોને પ્રવેશ આપવાનો રહેશે,વાલીઓએ ભરેલ ફોર્મ અને તેની વિગત સંપૂર્ણ તપાસવામાં આવશે. વિગત તપાસીને ખોટા ડોક્યુમેન્ટ કે અધુરી વિગત હશે તો ફોર્મ ભરનારના ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે અને અંતે મેરીટના આધારે 12,500 બાળકોને એડમીશન આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂએઈમાં જ રમાશે ટી 20 વિશ્વ કપ, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું