Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું

unseasonal rain in gujarat
, શુક્રવાર, 24 નવેમ્બર 2023 (13:32 IST)
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં 24 નવેમ્બરને 2023થી દક્ષિણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુબંઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગઇકાલ રાતથી રાજ્યમાં પવનની દિશા બદલાઇને પૂર્વથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે. આ ફેરફારને કારણે ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે.

સિઝનમાં પ્રથમવારે અમદાવાદમાં ઠંડીનો પારો 16 ડિગ્રીએે પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં પણ ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટી 16 ડિગ્રી નોંધાયો હતો. તો સુરતમાં પણ પારો 2 ડિગ્રી ઘટી 19.6 થતાં ઠંડી વધી ગઈ છે. સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં જણાઈ રહી છે. ન્યૂનતમ એક આંક નીચે ઊતરીને 15.2 ડિગ્રીએ પહોંચતાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 31.6 ડિગ્રી સેન્ટિગ્રેડ થઇ ગયું હતું. મોસમનું સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રાજ્યનાં અનેક શહેરોમાં 25 અને 26 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડનું તંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે. આવતીકાલથી ત્રણ દિવસ મરચાં-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ગેરકાયદે ચલાવતા કોલ સેન્ટરો પર સીબીઆઈએ તવાઈ બોલાવી, 13 સંચાલકો સામે ફરિયાદ