રાજ્યમાં હાલની સ્થિતિએ મોસમનો ગુલાબી મિજાજ જોવા મળી રહ્યો છે. ગુજરાત પર આવી અણધારી આફત!. સવાર, સાંજ ઠંડીનો અહેવાસ થઈ રહ્યો છે.
બનાસકાંઠાના ડીસામાં ગઈ કાલે 16 ડિગ્રી તો આજે 17 ડિગ્રી નોંધાયું તાપમાન. હવામાન વિભાગે કહ્યું- હજુ ઠંડી વધશે. આ વધુ વચ્ચે એક મોટી આફત સાથે આવી રહી છે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે.
તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામા આવી છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાન શાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે.