Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવેમ્બરના મધ્યમાં ઠંડી નહીં પરંતુ કમોસમી વરસાદની

નવેમ્બરના મધ્યમાં ઠંડી નહીં પરંતુ કમોસમી વરસાદની
, સોમવાર, 20 નવેમ્બર 2023 (08:27 IST)
નવેમ્બરના મધ્યમાં ઠંડી નહીં પરંતુ કમોસમી વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા દર્શાવવામાં નથી આવી. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે. 
 
રાજ્યમાં ઠંડીનો ચમકારો, 13 ડિગ્રીએ ગગડ્યો પારો- ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીની થઈ શરૂઆત  થઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસામાં ગઈ કાલે 16 ડિગ્રી તો આજે 17 ડિગ્રી નોંધાયું તાપમાન. હવામાન વિભાગે કહ્યું- હજુ ઠંડી વધશે. આ વધુ વચ્ચે એક મોટી આફત સાથે આવી રહી છે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. 
 
રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી.
 
ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Masik Durga Ashtami 2023 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ