Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના કામ અંગે કેન્દ્રીય રેલવે મંત્રીએ અપડેટ આપી, જાણો કેટલે પહોંચ્યું

Progress of Bullet Train project
, શુક્રવાર, 24 નવેમ્બર 2023 (15:05 IST)
Progress of Bullet Train project
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ગઈકાલે કામ અંગેની જાણકારી જાહેર કરી હતી. આ પ્રોજેક્ટમાં હાલ 100 કિલોમીટર વાયાડક્ટ અને 230 કિમી પિલરનું કામ પૂર્ણ થઇ ગયું છે. તે ઉપરાંત સમગ્ર પ્રોજેક્ટ માટે 100 KM લાંબો પુલ તૈયાર કરાયો છે તેમજ 230 KM સુધી માર્ગ પર પિલર તૈયાર થઇ ગયા છે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને એક વીડિયો શેર કર્યો છે. જેમાં બુલેટ ટ્રેનનું કામ કેટલું પૂર્ણ થયું તેના વિશે માહિતી આપી હતી.  NHSRCLએ અપડેટમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટલ ગર્ડર્સના લોન્ચિંગ દ્વારા 100 KMના વાયાડક્ટના નિર્માણનું મોટું કામ પૂર્ણ કરાયું છે. ગુજરાતની 6 નદીઓ પર પુલ બનાવામાં આવ્યાં છે. જેમાં વલસાડ જિલ્લાના પાર અને ઔરંગા તેમજ નવસારી જિલ્લાના પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને વેંગાનિયાનો સમાવેશ થયા છે.


આ પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 2021ના વર્ષમાં લોંચ કરવામાં આવ્યો હતો જ્યારે વાયડક્ટનો પ્રથમ કિલોમીટરનો ભાગ 2022ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટમાંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nostradamus Predictions-2023 પૂર્ણ થતાં પહેલા મચશે હાહાકાર?