Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીનો આજે ગુજરાતનો ટૂકો પ્રવાસ,ગાંધીનગરથી ડિજિટલ ઇન્ડિયા વીકનો કરાવશે પ્રારંભ

modi
, સોમવાર, 4 જુલાઈ 2022 (09:28 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે, ત્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આજે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઈન્ડિયા વિકના કાર્યકમમાં હાજરી આપશે.
 
શું છે સમગ્ર કાર્યક્રમ
ડિજિટલ ઇન્ડિયા વીક-2022 ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેકનોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200 થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Maharastra Crisis- શિંદે સરકાર છ મહિનામાં પડી શકે છેઃ પવાર