Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Modi Pavagadh Live - સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે - PM મોદી પાવાગઢમા

modi
, શનિવાર, 18 જૂન 2022 (10:44 IST)
વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું છે અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના શરૂ થઇ છે. ત્યાર બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.
 
મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા અર્ચના કરશે. જયારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Highest Score In ODI England: ઈંગ્લેન્ડની તોફાની બેટિંગ, 50 ઓવરમાં 498 રન ફટકારીને ODI વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો o