Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

છૂટછાટ મળતાં લોકો નિયમ ભૂલ્યા, બજારોમાં ભીડ વધતાં સંક્રમણનો ખતરો

છૂટછાટ
, મંગળવાર, 25 મે 2021 (09:41 IST)
દેશભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની બીજી લહેરમાં ઘટાડો આવી રહ્યો છે. દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરરોજ પોઝિટિવ કેસના મુકાબલે સાજા થનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યભરમાં સુધારાની સ્થિતિને જોતાં રૂપાણી સરકાર દ્વારા સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની છુટ આપવામાં આવી હતી. જેથી લોકોના વેપાર ધંધા પાટા પર આવી શકે. પરંતુ એકવાર ફરી સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટથી લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. 
webdunia
સરકાર દ્વારા નિયંત્રણોમાં ઘટાડો લાવતાં જ લોકોને લાગી રહ્યું ચેહ કે કોરોના જતો રહ્યો અને માસ્ક વિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વિના બજારમાં નિકળી પડ્યા છે. અમદાવાદના બજારમાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે કે જાણો કોરોના જતો રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં રવિવારે સવારે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા. જ્યાં કોઇ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યું ન હતું. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું હતું, પરંતુ તે પણ નાકની નીચે અને મોંઢાની નીચે. આ બજારમાં વડીલો અને યુવાનો તથા બાળકો પણ જોવા મળ્યા હતા. 
 
એક તરફ ત્રીજી લહેરની વાત થઇ રહી છે. જે બાળકો માટે ખતરનાક છે, તેમછતાં ઘણા લોકો પોતાના બાળકો સાથે બજાર પહોંચ્યા હતા. એક તરફ લોકો દ્વારા તંત્ર કશું કરી રહ્યું નથી એવી ફરિયાદ કરે છે. તો બીજી તરફ લોકો બેજવાબદાર બનીને ફરે છે, આ બેદરકારી ફરી એકવાર કોરોનાના સંક્રમણનો ખતરો વધારી શકે છે. 
webdunia
જ્યાં સુધી નાગરિકો પોતે નહી સમજે ત્યાં સુધી આ મહામારીને રોકવી અસંભવા છે. તંત્રએ પણ કહ્યું છે કે છૂટ મળવાનો અર્થ દિશા-નિર્દેશોનું ઊલ્લંઘન નથી. જોકે ઘણા વિસ્તારોની દુકાનોમાં લગ્નની સિઝન હોવાછતાં કોઇ ભીડ જોવા મળી રહી નથી અને વેપારીઓ બિલકુલ નવારા બેઠ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમુદ્રમાં ગુમ બે ક્રૂ-મેંબરની ડેડબોડી વલસાડથી મળી, અત્યાર સુધી 6 લાશો મળી