Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટૂંક સમયમાં જ શરૂ થશે ઘોરણ 6 થી 8ના ઓફલાઈન ક્લાસ

ટૂંક સમયમાં જ શરૂ થશે ઘોરણ 6 થી 8ના ઓફલાઈન ક્લાસ
, બુધવાર, 11 ઑગસ્ટ 2021 (13:34 IST)
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે  ત્યારે ગુજરાત સરકાર ધોરણ 12 અને ધોરણ 9થી 11 માટે વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ હવે ધોરણ 6 થી 8  માટે ઓફલાઇન શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે કોર કમિટીમાં સોમવારે ચર્ચા થઇ શકે છે.  શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, તબક્કાવાર ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઇશું. સરકારના પાંચ વર્ષની ઉજવણી પછી 9 ઓગસ્ટે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. બેઠકમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અગે નિર્ણય લઇશું.
 
 શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 12ના વર્ગો બાદ ધોરણ 9, 10 અને 11ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ કોર કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરીને ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લઈશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, કંપનીનો દાવો, 90 કલાકમાં ખતમ થશે સંક્રમણ