Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવામાન વિભાગની આગાહી મુજબ 15 ઓગસ્ટ પછી દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ 15 ઓગસ્ટ પછી દક્ષિણ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
, બુધવાર, 11 ઑગસ્ટ 2021 (12:00 IST)
ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદભારે વરસાદની હાલ શકયતા નહીં 15 ઓગસ્ટ બાદ થઈ શકે છે વરસાદહવામાન વિભાગે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ સારા વરસાતની ઘટ જોવા મળી રહી છે જેને લઈ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદની હાલ શકયતા નહીંજો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. 
 
હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની  શક્યતાને નકારી છે.  આજે વહેલી સવારથી છોટાઉદેપુરનાં 3 તાલુકાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં થોડા દિવસથી વરસાદે લાંબો વિરામ લેતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. આજે વહેલી સવારથી બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, ઢોકલીયા અને અલીપુરામાં વરસાદ મન મૂકીને વરસ્યો. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 4 દિવસમાં  ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહશે. અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઓગસ્ટના બીજા સપ્તાહ એટલે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.
 
ગુજરાતમાં હજું 41 ટકા વરસાદની ઘટ્ટ છે.છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પંચમહાલ જિલ્લામાં ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થયો પરંતુ વાવણી બાદનો જરૂરી વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટમાં સારો વરસાદ વરસી જાય છે પરંતુ જુલાઇમાં આ વર્ષે માત્ર રાજ્યમાં 35.7 જ વરસાદ પડ્યો છે.  જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈન્ડેનનું નવું એલપીજી કનેક્શન જોઈએ છે? આ નંબર 8454955555 પર કરો મિસ્ડ કોલ